સુરત પાલિકાની સામાન્ય સભા:AAP દરખાસ્ત રજૂ કરે તે પહેલાં જ સભા બરખાસ્ત, સભાખંડમાં જ આપના કોર્પોરેટરના ધરણાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સભા બરખાસ્ત કરી દેવાતા વિરોધ. - Divya Bhaskar
સભા બરખાસ્ત કરી દેવાતા વિરોધ.
  • આમ આદમી પાર્ટીનો વિરોધ નોંધાવીને મોડી રાત સુધી સભાખંડમાં બેસી રહેવાનો નિર્ણય

આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટી દરખાસ્ત રજૂ કરે તે પહેલાં જ સભા બરખાસ્ત કરી દેવામાં આવી હતી. જેથી આપના નેતાઓ દ્વારા સભાખંડમાં જ ધરણાં પર બેસી ગયા છે. વિરોધ નોંધાવીને મોડી રાત સુધી સભાખંડમાં બેસી રહેવાનો નિર્ણય કર્યો છે.

સફાઈ કર્મચારીઓની ભરતીની દરખાસ્ત કરવાના હતા
આજે યોજાયેલી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી દ્વારા બે દરખાસ્ત રજૂ કરવામાં આવનાર હતી. આ દરખાસ્તમાં સુરત શહેરના વર્ગ-4ના કર્મચારી કે જેઓ સ્વચ્છતામાં સૌથી વધુ મહત્વનું યોગદાન આપી રહ્યા છે તેમની ભરતી કરવામાં આવે તે પ્રકારની માગણી કરનાર હતા. સુરત મહાનગરપાલિકામાં 2017 બાદ સફાઈ કર્મચારી વર્ગ-4ની ભરતી કરવામાં આવી નથી. સુરત શહેરમાં નવા વિસ્તારોનો સમાવેશ થઇ રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ સફાઈ કામદારોની સંખ્યામાં વધારો કરવો જરૂરી છે હાલ અત્યારે જે સફાઇ કર્મચારી કોન્ટ્રાક્ટ પર લેવામાં આવી રહ્યા છે તેમને ચાર કલાકના માત્ર 140 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે જે તેમને પોષાય તેમ નથી છતાં પણ તેમને કાયમી કરી આપવામાં આવશે એ પ્રકારની આશા સાથે તેઓ કામ કરી રહ્યા હોવાની વાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.

દરખાસ્ત રજૂ કરે તે પહેલાં જ સભા બરખાસ્ત
આમ આદમી પાર્ટી દ્વારા બીજી તરફ ખાસ રજૂ કરવામાં આવનાર હતી કે જે પાણી મીટરના બીલની પ્રથા છે તેને બંધ કરવામાં આવે તેમજ જૂના બીલ માફ કરી દેવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવી હતી. સામાન્ય સભાખંડમાં 54 નંબરના કામ સુધીના તમામ કામોને લઈને ચર્ચા ચાલતી હતી પરંતુ સ્ટ્રીટલાઇટના મુદ્દે શાસક પક્ષના નેતા દ્વારા આપ સામે સામે દલીલ કરી હતી. આમ આદમી પાર્ટી બંને દરખાસ્તોને રજૂ કરે તે પહેલા જ સભાને બરખાસ્ત કરી દેવામાં આવી હતી.

આપના બધા જ કોર્પોરેટરો હાલ સામાન્ય સભાખંડમાં ઘરણાં પર બેઠા છે.
આપના બધા જ કોર્પોરેટરો હાલ સામાન્ય સભાખંડમાં ઘરણાં પર બેઠા છે.

દરખાસ્ત સાંભળવામાં ન આવે ત્યાં સુધી વિરોધ કરાશે
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસકોને પહેલાંથી જ ખબર હતી કે ચોથા વર્ગના કર્મચારીઓને યોગ્ય વેતન મળે અને ઝડપથી તેમની ભરતી કરવામાં આવે એ પ્રકારની દરખાસ્ત આવી રહી છે અને દરખાસ્ત આવે તો વોટીંગ કરવું પડશે અને તેમાં જો ભાગ ન લઇ અથવા તો તેના વિરોધમાં વોટિંગ કરીએ તો આ મુદ્દો પ્રજાલક્ષી મુદ્દો હોવાને કારણે તેમનું ખરાબ દેખાય તેમ હતું. તેથી તેમણે પહેલેથી જ નક્કી કર્યું હતું કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દરખાસ્ત રજૂ કરે તે પહેલા કોઈપણ ભોગે સભાને બરખાસ્ત કરી દેવી. તેથી અમે બધા જ કોર્પોરેટરો હાલ સામાન્ય સભાખંડમાં ઘરણાં પર બેઠા છે અને જ્યાં સુધી અમારી દરખાસ્તને સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ સભાખંડમાંથી બહાર જવાના નથી.

લોકશાહીનું સદનમાં હળાહળ હનન થયું, ધરણાં ચાલુ જ રહેશે : ડો.કિશોર રૂપારેલીયા
વિપક્ષ નેતાની ગેરહાજરીમાં વિપક્ષી સભ્યો પોતાના પ્રશ્નોની રજુઆત કરી રહ્યા હતાં. પરંતુ મેયર પુરતો સમય વિપક્ષી સભ્યોને આપી રહ્યાં નહી હોવાની લાગણી સભ્યોમાં પ્રવર્તતી હતી દરમિયાન સામાન્ય સભાના એજન્ડા પરના કામોમાં વિપક્ષની બે દરખાસ્તો 58 અને 59 ક્રમે હતી પરંતુ લાઈટ અને ફાયર સમિતિના 54 નંબરના કામ પર જ મેયરે સભાને આટોપી લીધી હતી.

ડો.કિશોર રૂપારેલિયાએ કહ્યું હતું કે, સદનમાં લોકશાહીનું હળાહળ હનન થયું છે. બે દરખાસ્ત મંજુર કરવી નહીં પડે તેથી સભાને પૂર્ણ કરવા માટે કાવતરૂં રચીને પૂર્ણ કરી દેવામાં આવી છે. મેયર નિયમ પ્રમાણે લોકતાંત્રિક ઢબે સભા ચલાવવા ખાત્રી નહી આપે ત્યાં સુધી ધરણાં પર બેસી રહીશું.