તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘના:ચોરીના કોરોનાગ્રસ્ત આરોપીએ ચાલુ એમ્બ્યુલન્સમાંથી કૂદકો મારતાં મોત

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિવિલ હોસ્પિ. લઈ જતી વખતે કતારગામ બ્રિજ પર ઘટના બની

વાહન ચોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેનેે એમ્બ્યુલન્સ થકી સિવિલ હોસ્પિટલ ખસેડાતો હતો. દરમિયાન કતારગામ ઓવરબ્રિજ પર એમ્બ્યુલન્સની બારીમાંથી કૂદી પડતા આરોપીનું મોત થયાનો બનાવ બન્યો છે. વાહન ચોરીના ગુનામાં દિવાન નાથુ ભાભોર (ઉ.વ.24, રહે. સનરાઇઝ કોમ્પ્લેક્સ પાસે ફૂટપાથ પર, મોટા વરાછા)ને પકડી પાડ્યો હતો. પોલીસે નિયમાનુસાર તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા મંગળવારે તેને 108માં સુરત નવી સિવિલમાં લઇ જવામાં આવતો હતો.

એમ્બ્યુલન્સમાં આરોપી દિવાન ઉપરાંત એલ આર બાબુ સિસોદિયા પણ બેઠાં હતા. રાત્રે 9 વાગ્યાના અરસામાં એમ્બ્યુલન્સ કતારગામ ઓવરબ્રિજ પરથી પસાર થતી હતી. ત્યારે દિવાને એમ્બ્યુલન્સની બારીમાંથી કૂદવા માટે માથું બહાર કાઢ્યું હતું. આ જોઇને એલ આર બાબુએ તેના પગ પકડી લઇ અંદર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેણે હાથમાં ગ્લોઝ પહેર્યા હોવાથી પગ લપસી જતા દિવાન ઓવરબ્રિજ પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. બના‌વ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો