તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કોરોનાના સાઉથ આફ્રિકન સ્ટેઈનના કામરેજના ત્રણ શંકાસ્પદ દર્દીઓ નવી સિવિલમાં દાખલ

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફરી કોરોના 50ને પાર, વધુ 51 કેસ પોઝિટિવ, 54 સાજા થયા
 • પરિવારમાં માતા-પત્ની પણ સંક્રમિત થયાં, તપાસ માટે સેમ્પલ પુણે મોકલાયા

સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરી પરત સુરત આવેલા યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સાઉથ આફ્રિકા સ્ટેઈન હોવાની શંકાથી તંત્ર દોડતું થઈ ગયું છે. યુવક, તેની પત્ની અને માતા ત્રણેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાઉથ આફ્રિકા સ્ટ્રેઈ્ન હોવાની શંકાને પગલે ત્રણેના સેમ્પલ લઈ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ ત્રણેને સાઉથ આફ્રિકા સ્ટ્રેઈનનું સંક્રમણ છે કે કેમ તે સ્પષ્ટ થશે.

કામરેજમાં રહેતો 41 વર્ષીય હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. હીરાના વ્યવસાયના કામથી યુવકે ગઈ તા.9 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકાના બોટ્સવાનાની મુલાકાત લીધી હતી અને બાદ 10મીએ ભારત પરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તેને શંકાસ્પદ લક્ષણો જણાતા તપાસ કરાવી હતી જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેના સંપર્કમાં આવેલા તેની 37 વર્ષીય પત્ની અને 58 વર્ષીય માતાની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. ત્રણેને માઈલ્ડ લક્ષણો હોવાથી સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ત્રણેને અલાયદા વોર્ડમાં દાખલ કરી તેમની સારવાર શરૂ કરી છે.

શહેરમાં 36 અને જિલ્લામાં 15 કેસ નોંધાયા
શહેરમાં 36 અને જિલ્લામાં 15 કેસ સાથે શનિવારે કોરોનાના વધુ 51 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 53265 થઈ છે. શહેરમાંથી 50 અને જિલ્લામાંથી 4 મળી 54 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. સાથે અત્યાર સુધીમાં કોરોનાના 51778 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. સતત વધ-ઘટ વચ્ચે શનિવારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 350 થઈ ગઈ છે. જ્યારે રિકવરી રેટ 97.20% નોંધાયો છે.

અન્ય રાજ્યોના લોકોનું ચેકપોસ્ટ પર ટેસ્ટિંગ ફરજિયાત
મહારાષ્ટ્ર, કેરાલા તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી આવતા સુરત શહેરમાં પ્રવેશ કરતા વાહનોએ 24 કલાક પહેલાનો કોવિડ 19નો ટેસ્ટ રીપોર્ટ સાથે રાખવાનો રહેશે. જેમની પાસે રીપોર્ટ નહીં હોઇ તેમણે શહેરના પ્રવેશદ્વાર પર સારોલી ચેક પોસ્ટ, સાયોના ચેક પોસ્ટ, જહાંગીરપુરા ચેક પોસ્ટ, સાયણ, પલસાણા, વાલક ખાતેના ચેક પોસ્ટ પર કાર્યરત કોવિડ 19 ટેસ્ટીંગ સેન્ટરો પર ફરજિયાત ટેસ્ટ કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો