કોરોના અપડેટ:ફેબ્રુઆરી પછી કોરોનાનો રિકવરી રેટ 96% પર પહોંચ્યો, સિવિલ-સ્મીમેરમાં 80% બેડ ખાલી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિડની હોસ્પિટલમાં કોરોનાના માત્ર 9 દર્દી જ દાખલ, હવે અહીં નવા દર્દી દાખલ નહીં કરાય
  • ગત જુલાઇમાં રિકવરી રેટ 61.84% હતો, સિવિલમાં 147 અને સ્મીમેરમાં 161 દર્દીઓ દાખલ

ગત 1 જુલાઈ 2020ના રોજ 220 કેસની સામે રિકવરી રેટ 61.84% હતો. જ્યારે હાલમાં રિકવરી રેટ 96.06% પર પહોંચી ગયો છે. શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થતાં હોસ્પિટલો પણ ખાલી થઈ રહી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની કોવિડ હોસ્પિટલ જ્યાં એપ્રિલ મહિનામાં નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરવાની ફરજ પડી હતી.

તેની સામે હાલ 80% હોસ્પિટલ ખાલી થઈ ગઈ છે. સિવિલમાં 1518 બેડની સામે રવિવારે માત્ર 147 દર્દીઓ દાખલ હતા જેથી 90% બેડ ખાલી હતા. તેવી જ રીતે સ્મીમેરમાં 941 બેડની સામે માત્ર 161 દર્દીઓ એટલે કે 82%થી વધુ બેડ ખાલી છે. કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં માત્ર 9 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા હોવાથી ટૂંક સમયમાં બંધ કરાય તેવી શક્યતા છે.

શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3470 પર પહોંચી

શહેર-જિલ્લામાં નવા કેસોની સંખ્યા 200 નીચે, 4 દર્દીઓનાં મોત, 489 દર્દીઓને રજા અપાઈ
રવિવારે શહેરમાં 139 અને જિલ્લામાં 58 કેસ સાથે નવા 197 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 140722 થઈ ગઈ છે. રવિવારે શહેરમાંથી 02 અને જિલ્લામાંથી 02 મળી વધુ 04 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2069 થઈ ગયો છે. તેની સામે રવિવારે શહેરમાંથી 326 અને જિલ્લામાંથી 163 દર્દીઓ મળી 489 પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 135183 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. રવિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3470 નોંધાઈ છે.

રાંદેર ઝોનમાં સૌથી વધુ 39 લિંબાયતમાં 7 કેસ આવ્યા
ઝોનનવાકેસકુલકેસ
સેન્ટ્રલ1010227
વરાછા-એ810709
વરાછા- બી1210002
રાંદેર3920409
કતારગામ2115210
લિંબાયત710512
ઉધના109933
અઠવા3222508
કુલ139109510

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...