તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:પહેલી વખત શહેરમાં કોરોનાનો રિકવરી રેટ 98.45%

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં નવા 12 કેસ, એકેય મોત નહીં, સિવિલ-સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં માત્ર 21 દર્દી દાખલ

સુરત શહેરમાં કોરોના કાળમાં પહેલી વખત રિકવરી રેટ 98.45 ટકા થયો છે. શહેર-જિલ્લામાં નવા 12 કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 9 જ્યારે જિલ્લામાં 3 કેસનો સમાવેશ થાય છે. જો કે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. સિવિલ-સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલોમાં માત્ર 21 દર્દી સારવાર હેઠળ છે.

બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે એક્ટિવ કેસ 108 થયાં હતાં. અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,43,338 થઈ છે. જ્યારે કુલ મૃતાંક 2112 થયો છે. ગુરૂવારે શહેરમાંથી 10 અને જિલ્લામાંથી 5 દર્દીને રજા આપવામાં આવી હતી. સિવિલમાં કોરોના કરતાં સામાન્ય ઓપીડી વધી છે.

વરાછા ‘એ’માં 0 કેસ, રાંદેર-અઠવામાં 2-2 કેસ
ઝોનકેસકુલ
સેન્ટ્રલ110372
વરાછા એ010858
વરાછા બી110160
રાંદેર220837
કતારગામ115422
લિંબાયત110697
ઉધના110080
અઠવા222845
કુલ9111271

સિવિલમાં કોવિડ હોસ્પિટલ ખાલી થઈ ગઈ
એક સમયે સિવિલમાં કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી. હવે કેસમાં સતત ઘટાડો થતાં કોવિડ હોસ્પિટલ ખાલી થઈ ગઈ છે.

શહેરમાં પોઝિટિવ 9માંથી 5 દર્દી 50થી વધુ ઉંમરના
​​​​​​​ગુરુવારે શહેરમાં નોંધાયેલા 9 પોઝિટિવ કેસ પૈકી સૌથી વધુ કેસ આધેડ વયના વ્યક્તિઓમાં જોવા મળ્યા છે. શહેરમાં નોંધાયેલા 9 કેસ પૈકી 5 દર્દી 50 વર્ષથી વધુ ઉંમરના છે. જ્યારે અન્ય ચાર પોઝિટિવ કેસમાં 11થી 20 વર્ષમાં એક, 21થી 30 વર્ષમાં એક, 31થી 40 વર્ષમાં એક અને 41થી 50 વર્ષમાં એક કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં જે પોઝિટિવ કેસ મળી રહ્યાં છે તેમાં સૌથી વધુ આધેડ વયના દર્દીઓ છે.

ઉમર પ્રમાણે નોંધાયેલા કેસ
ઉમરકેસ
0-100
11-201
21-301
31-401
41-501
50 થી વધુ5
કુલ9

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...