તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:વિનસ હોસ્પિ.માં કોરોના દર્દીના રૂ. 33 હજારના દાગીના ચોરાયા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સવા મહિના પહેલા લાલગેટ વિસ્તારમાં આવેલ વિનસ હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ દર્દીના હાથમાંથી ૩૩ હજાર રૂપિયાની બે વીટી ચોરાઈ ગઈ હતી. સિંગણપોર વિહાર સોસાયટીમાં રહેતા ભાવેશ જરીવાલાના પિતા રજનીકાંતભાઇને ફેફસાની બીમારીના કારણે 27 મે 2021ના રોજ વિનસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમને આઈસીયુમાં દાખલ કર્યા હતા.

રજનીકાંતના જમણા હાથમાં હીરાની એક વીટી અને બીજી ચાંદીની વીટી હતી. હીરાની વીટીની કિંમત ૩૨ હજાર અને ચાંદીની વીટી 1 હજાર રૂપિયા હતી. જે હોસ્પિટલના સીસી ફુટેજમાં પણ દેખાય છે. 28 તારીખે રજનીકાંતભાઇના હાથમાં બંને વીટીં ન હતી. તેથી હોસ્પિટલના નર્સ, ડોક્ટર સહિતને આ બાબતે પૂછતા કોઈએ પણ માહિતી ન હોવાનું જણાવ્યું હતું. રજનીકાંતભાઈની તબિયતમાં કોઈ સુધારો ન થતા પરિવારે હોસ્પિટલમાંથી રજા માંગી હતી. પહેલી જુનના રોજ રજનીકાંતભાઈને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. 2જી તારીખે તેમનું અવસાન થયું હતું. ભાવેશ હોસ્પિટલમાંથી વીટી ચોરી થઈ હોવાની ફરિયાદ કરવા લાલગેટ પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારે પોલીસે માત્ર અરજી લીધી હતી. હવે એક મહિના બાદ લાલગેટ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...