તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી ગિફ્ટ:કોરોના દર્દી સાજા થતાં સિવિલને ઘડિયાળ આપી કેમકે તેમણે સૌથી ખરાબ સમય જોયો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 68 વર્ષના બાબુભાઈએ અન્ય દર્દીઓનું મનોબળ વધારવા ‘સમય’ની ભેટ આપી

દિલ્હી ગેટ ખાતે રહેતા અને 15 વર્ષથી હાઈપર ટેન્શનના દર્દી 68 વર્ષીય બાબુભાઈ છબીલદાસ ગોટલાવાલા માત્ર 12 દિવસમાં કોરોનાથી સાજા થઈ ગયા એમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ જીવનમાં 68 વખત બ્લડ ડોનેશન કરી ચુક્યા છે. તેમણે કોરોનામુક્ત થઈ સિવિલની કોરોના વોર્ડની વિદાય લીધી ત્યારે એક અનોખી સંવેદના વ્યકત કરતાં કોવિડ વોર્ડમાં એક ઘડિયાળ ભેટ આપી. આ અંગે તેમણે કહ્યું કે, ‘કોરોના થયો એ મારો ખરાબ સમય હતો. જે પસાર થઈ જતાં સારો સમય આવ્યો છે.

બાબુભાઈએ 68 વખત બ્લડ ડોનેટ કર્યું છે
મારા જેવા અન્ય દર્દીઓનો ખરાબ સમય પણ બદલાય અને તેઓનો પણ સારો સમય આવે એ ભાવનાથી ‘સમય’ને કેન્દ્રસ્થાને રાખી હું જે વોર્ડમાં દાખલ હતો ત્યાં મેં ઘડિયાળની ભેટ આપી છે. 10 થી 12 દિવસમાં માત આપી ડીસ્ચાર્જ થઈ રહ્યા છે.

એટલા માટે સાજા થઈ રહ્યા છે દર્દી
કોરોનાનો સ્ટેઈન બદલાવાની આશા, ગંભીર દર્દીઓની સંખ્યા 95 ટકા ઓછી મળી રહી છે સારી સારવાર, મેડિકલ સાધનો જેવા કે ઓક્સિજન, બાઈપેપ અને વેંટીલેટરની કોઈ કમી નથી જેથી તરત સારવાર મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો