તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona's Only Patient On Ventilator In Surat, 10 Out Of 80 Ventilators. Sent To Ahmedabad, 30 Blows Are Still On Standby

કોરોના કહેર:સુરતમાં કોરોનાનો એક જ દર્દી વેન્ટીલેટર પર, કુલ 80માંથી 10 વેન્ટી. અમદાવાદ મોકલાયા, 30 ધમણ હજુ તો સ્ટેન્ડ બાય છે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાખલ દર્દીઓની હાલત સુધારા પર
  • કોરોના સિવાયના દર્દીઓ માટે પણ 50 વેન્ટીલેટર જુદા-જુદા વિભાગમાં ઉપલબ્ધ

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટરની જરૂર પડતા સુરત સિવિલ હોસ્પિટલમાંથી દસ વેન્ટીલેટર અમદાવાદ મોકલવામાં આવ્યા છે. સુરત સિવિલ પાસે 80 વેન્ટીલેટર છે જેમાંથી 20 વેન્ટીલેટર હજી પણ શહેરના દર્દીઓ માટે સ્ટેન્ડ બાય છે. જોકે હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી માત્ર એક દર્દી વેન્ટીલેટર પર અને 21 દર્દીઓ બાઈપેપ પર સારવાર લઈ રહ્યા છે. કોરોના સિવાયના દર્દીઓ માટે પણ 50 વેન્ટીલેટર વિવિધ વિભાગમાં ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.
થોડા દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાંથી 4 તબીબોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. ત્યાર બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલમાંથી 10 વેન્ટીલેટર પણ અમદાવાદ સિવિલ ખાતે મોકલવામાં આવ્યા છે. શરૂઆતના તબક્કામાં સુરત સિવિલ હોસ્પિટલને જરૂર પડે તેવી શક્યતાને પગલે વેન્ટીલેટર મોકલવામાં આવ્યા હતા. આ સાથે 30 જેટલા ધમણ વેન્ટીલેટર પણ મોકલવામાં આવ્યા હતા. જ્યારે મારૂતીના પણ 15 જેટલા વેન્ટીલેટર સુરત સિવિલ હોસ્પિટલ પાસે હાલમાં હાજર સ્ટોકમાં છે. જોકે અત્યાર સુધી સુરત સિવિલ અને કોવિડ 19 હોસ્પિટલમાં વેન્ટીલેટરની અછત થાય તેવા સંજોગો થયા નથી. હાલ સિવિલ હોસ્પિટલ પાસે 80 જેટલા વેન્ટીલેટર છે. જેમાંથી 20 જેટલા વેન્ટીલેટર દર્દીઓ માટે ઉપયોગમાં લેવા માટે સ્ટેન્ડ બાય છે. તે સિવાય 30 ધમણ અને 15 મારૂતીના વેન્ટીલેટર પણ સ્ટેન્ડ બાય સ્થિતિમાં છે.
સુરત સિવિલમાં ધમણની જરૂર હજી પડી નથી
સિવિલમાં રાજ્ય સરકારે કોવીડ 19ના દર્દીઓને જરૂર પડે તે માટે 30 ધમણ વેન્ટીલેટર મોકલ્યા હતા. આ 30 વેન્ટીલેટર આજ સુધી ઉપયોગમાં લેવાની જરૂર જ પડી નથી. આ સિવાય 15 મારૂતીના વેન્ટીલેટર પણ છે જેનો પણ હજી સુધી ઉપયોગ કરવાની જરૂર પડી નથી.
કોરોનાના દર્દી માટે 20 વેન્ટી. રિઝર્વ રખાયા છે
નવી સિવિલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.પ્રીતિ કાપડીયાએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધુ હોવાથી આપણે ત્યાંથી દસ વેન્ટીલેટર મોકલ્યા છે. આપણી પાસે હાલ 80 વેન્ટીલેટર છે. જેમાંથી કોરોનાના દર્દી માટે સુરત ખાતે 20 વેન્ટીલેટર રિઝર્વમાં રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...