કોરોના સંક્રમણ:કોરોનાના નવા 1578 કેસ, 453 વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં, દર 100 ટેસ્ટે 8 વ્યક્તિ પોઝિટિવ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 78 વિદ્યાર્થી પણ સંક્રમિત, નાના વરાછાની મનસુખનગર સોસાયટીમાં 8 કેસ મળ્યા
  • શહેરમાં​​​​​​​ કરાયેલા કુલ 19 હજાર ટેસ્ટમાંથી 1578 પોઝિટિવ મળ્યા

શનિવારે શહેરમાં કોરોનાના 1578 કેસ સામે આવ્યા હતા.જેની સામે 323 દર્દી સાજા થતા રજા અપાઈ હતી.જિલ્લામાં પણ 83 કેસ આવ્યા હતા. જેની સામે 3 દર્દીને રજા અપાઈ હતી. સદનસીબે શહેરમાં શનિવારે ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો ન હતો.કેસ વધતા શહેરના 453 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સમાવાયા છે. હાલ ચાલી રહેલા ટેસ્ટિંગમાં દર 100 ટેસ્ટે 8 લોકો પોઝિટિવ આવી રહ્યા છે.

શનિવારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 લોકો પોઝિટિવ આવ્યા હતા.78 વિદ્યાર્થી પણ પોઝિટિવ આવ્યા હતા.પોઝિટિવ લોકોમાંથી 425એ બંને ડોઝ લીધા હતા. જ્યારે 8 લોકોએ રસીનો એક જ ડોઝ લીધો હતો. 85 લોકો રસી માટે એલિજીબલ ન હતા જ્યારે 2 લોકોએ વેકસિન લીધી જ નથી.

શનિવારે ડોકટર,નર્સ,પ્રિન્સિપાલ, પ્રોફેસર, વિદ્યાર્થીઓ,બેન્ક કર્મીઓ,દલાલ, કાપડ માર્કેટ સાથે સંકળાયેલા,હીરા બજાર સાથે સંકળાયેલા અને એમ્બ્રોઈડરી સાથે સંકળાયેલા સહિત અનેક પોઝિટિવ આવ્યા હતા. મુગલીસરા વિસ્તારના રાહત એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 6ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. વરાછા બી ઝોનમાં આવેલી નાના વરાછાની મનસુખ નગર સોસાયટીમાં પણ 8 કેસ નોંધાયા હતા. ઉધના ઝોનના પાંડેસરા વિસ્તારમાં હરિઓમ નગરમાં એક જ પરિવારના 7 લોકો પોઝિટિવ આવ્યા હતા. તમામ સ્થળોને ક્લસ્ટર કરી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...