તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:USAમાં કોરોનાએ માથુ ઉંચકતા હીરા ઉદ્યોગના વ્યવહારોને અસર

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરતનો 50 ટકા ડાયમંડ વેપાર અમેરિકા સાથે થાય છે

અમેરિકાના લોસ એન્જેલસમાં કોરોનાએ ફરી માથું ઉંચકતાં હીરા ઉદ્યોગને તેના અસરની ચિંતા થઈ છે. સુરતના જેમ એન્ડ જ્વેલરી બિઝનેસનો 50 % ગ્રાહક વર્ગ અમેરિકામાં હોય રૂટિન વ્યવહારોને અસરની ચિંતા જોવા મળી છે. વૈશ્વિક બજારમાં વેચાણ થતાં 10 માંથી 8 હીરા સુરતમાં તૈયાર થાય છે. એમાંયે અમેરિકા સુરતમાં તૈયાર થતાં ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીનું મુખ્ય બાયર છે. સ્થાનિક ઉદ્યોગકારોના મતાનુસાર 50 ટકા વેપાર સુરતનો અમેરિકા સાથે છે.

ક્રિસમસના કારણે સુરતને સારા પ્રમાણમાં દિવાળી પૂર્વે ઓર્ડર મળ્યા હતા. ઈન્ટરનેશનલ માર્કેટની સાથો-સાથ લોકલ માર્કેટમાં પણ રૂ.25,000 કિંમત સુધીના હીરાની સારી ડિમાન્ડ નોંધાય હતી. જોકે, કોરોનાએ વૈશ્વિક દેશોમાં ફરી માથું ઉંચકતાં હીરા ઉદ્યોગની ચિંતા વધી છે. અમેરિકાના ન્યુયોર્ક, લાસ વેગસ સહિતના શહેરોમાં ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની મોટી ડિમાન્ડ રહેતી હોઈ છે.

જોકે, હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો જણાવે છે કે, દિવાળી પૂર્વે જ ક્રિસમને લઈને મોટા ઓર્ડર્સ પૂરા કરી દેવામાં આવ્યા છે. હાલ અમુક મર્યાદિત જગ્યાઓમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેની મોટા ઓર્ડર્સને કોઈ ખાસ અસર થશે નહીં. રૂટિન વ્યવહારોને અસર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે હીરા ઉદ્યોગમાં દિવાળી પછી કોઈ વેકેશન રાખવામાં આવ્યું નથી.

ક્રિસમસના ઓર્ડર પૂર્ણ થઈ ચૂક્યા છે
ક્રિસમસની સિઝનના ઓર્ડર મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યા છે. રૂટિનના મર્યાદિત વ્યવહારોને અસર થઈ શકે. બાકી સમગ્ર વેપારને લોસ એન્જેલસમાં થયેલા લોકડાઉનની કોઈ ખાસ અસર થશે નહીં. > દિનેશ નાવડિયા, ચેમ્બર પ્રમુખ અને જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો