તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona's Family Breaks Up After 3 year old Daughter Asks Surat Municipal Corporation Employee To Come Home In Video Call

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોરિયરની વિદાય:સુરત પાલિકાના કર્મચારીને 3 વર્ષની દીકરી વીડિયો કોલમાં ઘરે આવવા કહેતી રહી ને કોરોનાએ પપ્પાનો ભોગ લેતા પરિવાર ભાંગી પડ્યું

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંકિત કોન્ટ્રાક્ટરે દીકરી સાથે વીડિયો કોલમાં વાત કર્યાના બીજા દિવસે જ પ્રાણ છોડી દીધા હતાં. - Divya Bhaskar
અંકિત કોન્ટ્રાક્ટરે દીકરી સાથે વીડિયો કોલમાં વાત કર્યાના બીજા દિવસે જ પ્રાણ છોડી દીધા હતાં.
  • 16 દિવસની સારવાર દરમિયાન લગ્નની એનિવર્સરીના ત્રીજા દિવસે યુવકનું મોત

કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેટલાય પરિવારોને પોતાના સ્વજન ગૂમાવવાનો વારો આવ્યો છે, ત્યારે સુરત મહાનગર પાલિકામાં સિવિલ સુપરવાઈઝર તરીકે કામ કરતાં અંકિત કોન્ટ્રાક્ટરને 16 દિવસ અગાઉ કોરોના થયા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જો કે કોઈ સારવાર કારગર ન નિવડી..ગતરોજ 3 વર્ષની બાળકીએ પપ્પાને ફોન કરીને કહ્યું કે, પપ્પા તમને કેવુ છે, ઘરે કયારે આવશો.., બસ આટલી વાત કરી પિતા ઘરને બદલે ભગવાનના ધામમાં પહોંચી ગયાં હતાં. જેથી પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. ત્રણ દિવસ અગાઉ જ હોસ્પિટલના બિછાનેથી પત્નીને હેપ્પી મેરેજ એનિવર્સરી કહેનાર અંકિત કોન્ટ્રાક્ટરની વિદાયથી સમગ્ર કાંઠા વિસ્તારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ છે.

16 દિવસની સારવાર દરમિયાન અંકિતનું અકાળે અવસાન થયું હતું.
16 દિવસની સારવાર દરમિયાન અંકિતનું અકાળે અવસાન થયું હતું.

બાળકીએ પિતા સાથે છેલ્લે વાત કરેલી
હોસ્પિટલમાં દાખલ પિતાને હૂંફ મળે તે માટે સંબંધીએ પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરાવી હતી. આ સમયે 3 વર્ષની માસૂમ દીકરીએ પપ્પાને કહ્યું, કે પપ્પા તમને કેવુ છે, ઘરે કયારે આવવા, પપ્પાના મોઢા પર ઓકિસજન લાગેલો હતો અને ઉપરથી વેન્ટીલેટરનો અવાજ આવતો હતો. જેના કારણે વધારે બોલી શકે તેમ ન હોવા છતાં દીકરી જયારે વાત કરતી હોય છે, ત્યારે પિતાએ હાથ દેખાડી આવજો કરી સામેથી કહ્યું કે ચાલ દીકા કાલે આવી જઈશ, જો કે દીકરીને ખબર ન હતી કે, પિતા આપણા ઘરને બદલે ભગવાનના ઘરે ચાલ્યા જશે.બસ દીકરી તો રાહ જોતી રહી કોરોના વોરીયર્સ એવા અંકિત કોન્ટ્રાકટરનુંઅઠવાગેટની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની બિમારીને કારણે મંગળવારે સવારે અવસાન થયું છે.

પાલિકાની કામગીરી દરમિયાન અંકિતને કોરોના સંક્રમણ લાગ્યું હતું.
પાલિકાની કામગીરી દરમિયાન અંકિતને કોરોના સંક્રમણ લાગ્યું હતું.

પાલિકાની કામગીરી દરમિયાન સંક્રમિત થયેલા
35 વર્ષીય અંકિત કોન્ટ્રાકટર સુરત મહાનગર પાલિકાના સિવિલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા 16 દિવસથી કોરોનાની બિમારીથી પિડાતા હતા. કોરોનામાં અંકિતનો જીવ ઓકિસજન ડાઉન થવાને કારણે ગયો હતો.પાલિકામાં કોરોનાની કામગીરી વેળા તેઓ સંક્રમિત થયા હતાં. અંકિત કોન્ટ્રાકટર કાઠાં વિસ્તારના આભવા ગામના વતની છે. સંતાનમાં 3 વર્ષની દીકરી અને પરિવારમાં પત્ની અને માતા-પિતા છે. પિતા પાલિકામાં પૂર્વ ડેપ્યુટી ઈજનેર હતા. એકનો એક દીકરો ગૂમાવતા પરિવારની હાલત કફોડી બની છે. હજુ 3 દિવસ પહેલા તેની લગ્નની એનીવર્સરી પણ ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો