ચક્ષુદાનમાં ઘટાડો:કોરોનાના લીધે આઈ ડોનેશન 65 ટકા ઘટી ગયું, ગત વર્ષે 1011 જ્યારે આ વર્ષે માત્ર 360 આંખો જ ડોનેટ થઈ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8 સપ્ટેમ્બર સુધી નેત્રદાન જાગૃતિ પખવાડિયું, ચક્ષુ બેન્ક ઉજાસ રથયાત્રા કાઢશે
  • વર્ષે સરેરાશ 1598 લેખે 25 વર્ષમાં 39972 ચક્ષુદાન કરાયાં, કોરોના કાળમાં ધરખમ ઘટાડો

કોરોનાના ખોફથી એક વર્ષમાં આઇ ડોનેશનમાં 65 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2020માં 1011 જ્યારે વર્ષ 2021માં માત્ર 360 આંખો ડોનેટ થઈ હતી. છેલ્લાં 25 વર્ષમાં શહેરમાં 39972 આંખ ડોનેટ થઈ છે, જેની સરેરાશ 1598 પ્રતિ વર્ષ થયા છે. આ ડોનેશનથી 75989 લોકોને દ્રષ્ટી મળી છે. 25 ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી નેત્રદાન જાગ્રૃતિ પખવાડિયા તરીકે ઉજવાશે ત્યારે લોક દ્રષ્ટી ચક્ષુ બેન્કે આ આંકડા આપ્યા છે. 25 વર્ષમાં સંસ્થાને 1009 દેહદાન મળ્યા છે. 985 રક્તદાન શિબિરમાં 68132 બોટલો એકત્રિત કરી છે. અત્યાર સુધીમાં 220232 આંખની તપાસ કરી 42520 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે.

શહેરમાં 25 લોકો આંખના વેઈટિંગમાં
કોરના કાળમાં શહેરમાં જે લોકો મૃત્યુ પામતા હતાં તેમની આંખો ડોનેશનમાં લેવામાં આવતી ન હતી. જેના કારણે જેમને આંખની જરૂર હોય તેવા વ્યક્તિઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી આંખનું વેઈટિંગ કરવું પડતું હતું. શહેરમાં હાલ 25 લોકો આંખના વેઈટિંગમાં છે.

રાજ્યમાં 3 લાખથી વધારે પ્લેજ ફોર્મ ભરાશે
દર વર્ષની જેમ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક - રેડ ક્રોસ સોસાયટી સુરત અને સક્ષમ ગુજરાત પ્રાંત દ્વારા આ વર્ષે પણ આ પખવાડિયાની ઉજવણી ગુજરાતભરમાં કરાશે તેમજ લોકોને ચક્ષુદાન પ્રત્યે વધારેમાં વધારે જાગૃતિ આવે એ હેતુથી 4 ઝોનમાં અલગ અલગ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ ફ્લેગઓફ કરશે અને જે તે સ્થળ પર સામાજિક આગેવાનો અને ઉત્સુક મિત્રો દ્વારા આ વર્ષે ગુજરાત બહારમાં 3 લાખથી વધારે પ્લેજ ફોર્મ ભરવામાં આવશે.

લોકોનાં મૃત્યુ કદાચ કોરોનાને કારણે પણ હોઈ શકે
લોકદ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અને રેડક્રોસ ચોર્યાસી તાલુકાના ચેરમેન ડૉ.પ્રફુલ્લ શિરોયાએ જણાવ્યું હતું કે, ‘કોરોના બાદ શહેરમાં આઇ ડોનેશન ઘટ્યું છે. કારણ કે, લોકોના મૃત્યુ કદાચ કોરોનાને કારણે પણ હોઈ શકે તે ડરથી ડોનેશન લેતા ન હતા.

બે વર્ષમાં 1371 આંખ ડોનેટ થઈ
2020 - 1011
2021 - 360

અન્ય સમાચારો પણ છે...