તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં કોરોના વકર્યો:કોરોના વાઇરસના કેસ ફરી વધ્યા, 7 દિવસમાં 31 કેસ, 50 ટકા કોન્ટેક્ટ હિસ્ટ્રીવાળા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • જુલાઈમાં કેસ ઘટ્યા બાદ સ્થિતિ સ્થિર થઈ હતી પણ 6 સપ્ટે. પછી સ્થિતિ બગડી
  • પાલિકાએ સમીક્ષા બેઠક યોજી, અઠવા, રાંદેર અને ઉધનામાં સૌથી વધુ કેસ મળ્યા
  • તહેવારોમાં​​​​​​​ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પાલિકાની અપીલ

સુરત શહેરમાં ફરી એક વાર કોરોનાના કેસ વધી રહ્યાં હોવાનું પાલિકાના અધિકારીઓનું કહેવું છે. અગાઉ કેસ ઘટતાં હતા ત્યારે જુલાઈમાં જે ટ્રેન્ડ મુજબ કેસ ઘટી સિંગલ ડીઝીટમાં આવતા હતા તે જ રીતે હવે કેસ વધી ડબલ ડીઝીટમાં જઈ રહ્યાં છે. પાલિકાએ સપ્તાહ પ્રમાણે કરેલી સમીક્ષા પ્રમાણે 13 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન 40 કેસ નોંધાયા હતા. પછી ઓગષ્ટ મહિનામાં કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ હતી પણ 7 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર દરમિયાન 31 કેસ નોંધાયા છે.

શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન નોંધાયેલા 31 કેસ પૈકીના પચાસ ટકા કેસ કોન્ટેક હિસ્ટ્રીવાળા હોવાની માહિતી મળી છે. એટલે કે એક વ્યકિતને કોરોના થયો હોય અને તેના સંપર્કમાં આવેલા બીજાને થયો હોય તેવા કેસ મળી રહ્યાં છે. છેલ્લા ઘણાં સમયથી કોન્ટેક હિસ્ટ્રીવાળા કેસ મળતાં ન હતા. જેથી આ બાબત ચિંતાજનક હોવાનું પાલિકાના અધિકારીનું કહેવું છે. જન્માષ્ટમીની ઉજવણી જે રીતે કરવામાં આવી છે તેના લીધે કેસ વધ્યાં હોવાનું પાલિકામાં મળેલી બેઠકમાં ચર્ચાયું હતુ. સૌથી વધુ કેસ અઠવા અને રાંદેર ઝોનમાં મળી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

રાંદેરમાં સાત દિવસમાં અગિયાર જયારે અઠવામાં સાત દિવસમાં નવ કેસ નોંધાયા છે. જો કે, હાલ હોસ્પિટલાઈઝેશન ઓછું છે અને લોકો ઘરે સારવાર લઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બીજી વેવ પછી પણ પાલિકા દ્વારા શહેરમાં દૈનિક ટેસ્ટીંગ દસ હજાર જેટલું કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ કેસ વધવાની સંભાવના પાલિકાએ વ્યકત કરી છે.

કોન્ટેક્ટ હિસ્ટ્રીવાળા કેસ મળતા હોવાથી જોખમ વધ્યું
સુરતઃ છેલ્લા અઠવાડિયામાં કોરોનાનાં 31 પોઝિટિવ કેસો નોંધાયા છે. સૌથી વધુ રાંદેર ઝોનમાં 11, અઠવા ઝોન માં 9, ઉધના ઝોન માં 8, કતારગામ ઝોન માં 2, લિંબાયત ઝોન માં 1 કેસો નોંધાયા છે. મોટાભાગના કેસ કોન્ટેક્ટ હિસ્ટ્રીવાળા મળી રહ્યા હોવાથી ચિંતા વધી હોવાનું પાલિકાનું કહેવું છે. હાલમા ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં હોવાથી ગાઈડલાઈનનુ પાલન કરવા પાલિકાએ અપીલ કરી છે.

મંગળવારે શહેરમાં 1 કેસ પણ આજે આ આંક વધી શકે છે
મંગળવારે શહેરમાં કોરોનાના 1 કેસ નોંધાયો છે. પાલિકા અધિકારીનું કહેવું છે કે રવિવારની રજા હોવાને કારણે 1 ડિજિટમાં કેસ મળ્યો છે. જોકે બુધવારે આ આંક વધી શકે છે. ઉલ્લેખનીય છે કે અઠવા ઝોનમાં 100 ટકા વેક્સિનેશન થયું છે જ્યારે અન્ય ઝોનમાં 85 ટકા થયું હોવાનું જાણવા મળ્યું છે.

રાંદેરમાં 7 કેસ હતા જ્યાં છેલ્લા સપ્તાહમાં કેસ વધી 11 થયા
રાંદેરઅઠવાઉધનાકતારગામલિંબાયતસેન્ટ્રલકુલ
31 ઓગસ્ટથી 6 સપ્ટે.73130317
7 સપ્ટેમ્બરથી 13 સપ્ટે.119821031
અન્ય સમાચારો પણ છે...