તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona's Case Has Increased By 280 Per Cent In The Last 15 Days, The Municipal Commissioner Also Said This Is Corona's New Strain And Is Spreading Rapidly

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાતક કોરોના:સુરતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસમાં 280 ટકાનો વધારો, પાલિકા કમિશનરે પણ કહ્યું- આ નવો સ્ટ્રેન છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે

સુરત2 મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • કૉપી લિંક
  • લોકો માસ્ક પહેરવાનું ટાળે છે અથવા તો યોગ્ય રીતે માસ્ક પહેરતા નથીઃ પાલિકા કમિશનર
  • સુરત મહાનગરપાલિકા દ્વારા 25 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે

સુરત શહેર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કોરોનું સંક્રમણમાં 280 ટકાનો વધારો નોંધાયો છે. 12 માર્ચના રોજ 196 કેસ નોંધાયા હતા. જ્યારે 26 માર્ચના રોજ 745 કેસ નોંધાતા 15 દિવસમાં 280 ટકા જેટલો વધારો થયો છે. જેના કારણો અંગે સુરત પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ કોરોનાનો નવો સ્ટ્રેન છે જે વધુ ઘાતક અને વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

15 દિવસમાં 6404 કેસ અને 15 દર્દીના મોત
ગત ફેબ્રુઆરી મહિનામાં કોરોનાના માત્ર 25 કેસ જ સામે આવ્યા હતા. જોકે, ત્યારબાદ ચૂંટણી અને યુકે-આફ્રિકાના નવા સ્ટ્રેનના કેસ આવ્યા બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલ 700થી વધુ કેસ સામે આવી રહ્યા છે. સુરત શહેર જિલ્લાની છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે તો 6404 કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 15 કોરોના દર્દીનો મોત પણ થઈ ચૂક્યા છે. જ્યારે પાલિકાના કહેવા મુજબ 50 ટકાથી વધુ દર્દીઓમાં કોરોનાના કોઇ લક્ષણ નથી.

નવા સ્ટ્રેન સાથે મહારાષ્ટ્રના મુસાફરોથી સંક્રમણ વધ્યું
સુરતમાં વધેલા કેસ પાછળ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાનો આ નવો સ્ટ્રેન છે જે વધુ ઘાતક છે અને વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સુરતમાં મહારાષ્ટ્ર તરફથી આવતા લોકોની સંખ્યા વધુ છે. તેને કારણે પણ શહેરમાં સંક્રમણ વધી રહ્યું છે. લોકો માસ્ક પહેરવાનું ટાળે છે અથવા તો યોગ્ય રીતે માસ્ક પહેરતા નથી. થોડા સમય માટે શરૂ થયેલી કોલેજોના કારણે પણ સંક્રમણના પ્રમાણમાં થોડો વધારો થયો હોય તેવું લાગે છે.

રોજ 25 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ શરૂ
સુરતમાં કોરોનાનું સંક્રમણ અનેક પ્રયાસ છતાં પણ કાબૂમાં ન આવતાં સરકારે એમ. થેન્નારાશન બાદ વધુ બે અધિકારીઓને સુરતમાં ઉતાર્યા હતા. ત્યાર બાદ વધુ બે અધિકારીઓને પણ સુરતમાં મૂકવામાં આવ્યા છે. એમ. થેન્નારાશને આવ્યાના પહેલાં જ દિવસે ટેસ્ટિંગ 25 હજાર કરી દેવામાં આવશે તેવી વાત કરી હતી. હાલમાં પાલિકા દ્વારા 25 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ધન્વંતરી રથની સંખ્યા વધારવામાં આવી
પાલિકા કોરોનાના કેસ વહેલાં ઓળખીને આઈસોલેશન કરી દેવામાં આવે તે માટે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હજી આ ટેસ્ટિંગમાં વધારો કરાશે અને કોરોનાના દર્દીઓને વહેલાં ઓળખીને તેઓને સંક્રમણ ફેલાવતાં અટકાવવામાં આવશે. હાલમાં લોકોના ઘરે જઈને ટેસ્ટિંગ થાય તે માટે ધન્વંતરી રથની સંખ્યા વધારીને 121 કરી દેવામાં આવી છે. સંક્રમણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી જતાં પાલિકાએ ધન્વંતરી રથની કામગીરીમાં પણ વધારો કરાયો છે.

ઓગસ્ટ-ઓક્ટોબર-નવેમ્બર 2020 જેવા કેસ
છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા હતા. જેમાં 8501 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઈમાં 8240 કેસ નોંધાયા હતા. હાલ છેલ્લા 26 દિવસમાં 7772 કેસ નોંધાઈ ચૂક્યા છે હજુ ચાર દિવસ બાકી છે. ત્યારે માર્ચ 2021માં કોરોનાકાળ દરમિયાન એક મહિનાના સૌથી હાઈએસ્ટ કેસ નોંધાવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

શહેર જિલ્લામાં કુલ 61595 કેસ અને 1161 દર્દીના મોત
સુરત શહેર જિલ્લામાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 61 હજારને પાર કરી 61595 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1161 થયો છે. ગત રોજ 454 લોકોને કોરોનામાંથી સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 57082 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો