તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 713 થયા, 1 મોત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાના વધુ 24 કેસ, 122 સાજા થયા

શહેરમાં 14 અને જિલ્લામાં 10 કોરોના કેસ સાથે સુરતમાં શનિવારે કોરોનાના વધુ 24 કેસ પોઝિટિવ નોંધાયા છે. શનિવારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 713 નોંધાઈ છે અને શહેરમાં વધુ એક કોરોનાના દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અત્યાર સુધીમાં સુરતમાં કુલ 143164 કોરોના કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાનો કુલ મૃતાંક 2110 થયો છે.

શનિવારે શહેરમાંથી 105 અને જિલ્લામાંથી 17 દર્દીઓ મળી 122 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 140341 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

મ્યુકરનો વધુ 1 દર્દી દાખલ, 15ને રજા
સ્મીમેરમાં મ્યુકરનો વધુ 01 દર્દી દાખલ થયો છે. જ્યારે શનિવારે નવી કોઇ સર્જરી કરાઇ ન હતી. સિવિલમાં શનિવારે દાખલ દર્દીની સંખ્યા 57 થઈ છે. સિવિલમાંથી 09 દર્દીને રજા સાથે કુલ 129 દર્દીને રજા મળી છે. સ્મીમેરમાં 06 દર્દીને રજા અપાઈ છે. અત્યાર સુધીમાં સિવિલમાં 360 અને સ્મીમેરમાં 304ને સારવાર મળી છે.

અન્ય સમાચારો પણ છે...