તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોનાથી હીરાઉદ્યોગમાં 270નાં મોત, સહાય કરાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કોરોનાથી મૃત્યું પામેલા હીરા ઉદ્યોગના લોકોના પરિવારને જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ આપવામાં આવશે. ડાયમંડ એસો.દ્વારા કરાયેલા સર્વેમાં સુરતમાંથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 270 લોકોનાં મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં 21 હીરા દલાલ અને 249 રત્નકલાકાર છે. કોરોનાથી મૃત્યું પામેલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના પરિવારો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેથી જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલિફ ફંડે તેમને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે.જેના માટે સર્વે કરાયો હતો.

હિરા વ્યવસાય સાથે સંકળાયેલા રત્નકલાકાર, મેનેજર, દલાલ તેમજ નોકરી કરતાં હોય તેવા કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિનું કોરોનાથી અવસાન થયું હોય અને પરિવારમાં કોઈપણ વ્યક્તિ કમાવાવાળું ન હોય તો તેવા પરિવારને મદદ કરાશે.ડાયમંડ એસો.ના દામજી માવાણીએ કહ્યું કે, સુરતમાં 270 રત્નકલાકારોનાં મૃત્યુ થયા છે. જેમની યાદી તૈયાર કરી મુંબઈ મોકલાશે. ત્યાર બાદ નક્કી કરાશે કોને કેટલી સહાય કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...