તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પણ ટ્રેન્ડમાં:કોરોના શબ્દ ગુજરાતમાં 70 કરોડ અને સુરતમાં 9.50 કરોડ વખત સર્ચ થયો, એપ્રિલમાં કોરોના ટ્રેન્ડમાં રહ્યો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વિસ્ફોટ થતા એક મહિનામાં કોરોના અને કોવિડ ઈન્ટરનેટ પર પણ ટ્રેન્ડમાં

છેલ્લા 1 મહિનામાં દેશ સહિત ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ત્યારે કોરોના અંગે માહિતી મેળવવા માટે લોકો ઈન્ટરનેટનો સહારો લેતા હોય છે. જેના આંકડા ખૂબ જ વધારે છે. 70.15 કરોડથી વધુ વખત લોકોએ કોરોના વિશે માહિતી ઈન્ટરનેટ પર સર્ચ કરી હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 9.50 કરોડ વખત કોરોના વિશે માહિતી સુરતમાંથી સર્ચ કરવામાં આવી છે. આ સાથે એપ્રિલ મહિનામાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિના કારણે ટ્રેન્ડમાં રહ્યો હતો.

કોરોના વાઈરસથી લઈને તેની દવા અંગે સર્ચ થયું
માર્ચ મહિનાના અંતથી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ હતી. એપ્રિલની શરૂઆતથી કોરોનાએ ભયાવહ સ્થિતમાં આવી ગયો હતો. રોજ હજારોની સંખ્યામાં કેસ અને મોતનો આંકડો પણ હચમચાવી નાખે તેવો હતો. કોરોનાના વિસ્ફોટના કારણે સારવારથી લઈને અંતિમસંસ્કાર સુધી લાઈનો જોવા મળી હતી. જેથી એપ્રિલ મહિનામાં કોરોના થવા પાછળનું કારણ, કોરોના થયા પછીની સ્થિતિ, તેની સારવાર, કંઈ દવાનો ઉપયોગ થાય છે તે ઉપરાંત ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું છે.

કોરોના વાઈરસ શબ્દ 18.78 કરોડ સર્ચ થયો
એપ્રિલ મહિના દરમિયાન કોરોના ઈન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહ્યું છે. સાયબર એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કોરોનાની વકરતી સ્થિતના કારણે કોરોના અંગે લોકો ઈન્ટરનેટ પર માહિતી મેળવે છે. સૌથી વધુ કોરોના વાઈરલ કી-વર્ડ વધુ સર્ચ કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસ શબ્દ જ ગુજરાતમાં 18.78 કરોડ વખત મહિનામાં સર્ચ થયો છે.

કોરોના સાથે IPL પણ ટ્રેન્ડમાં રહ્યું
31 માર્ચથી 30 એપ્રિલ સુધીના 1 મહિનામાં સુરતમાં જ કોરોના વઈરલને લગતી માહિતી 3.20 કરોડ લખત સર્ચ કરવામાં આવી છે. ત્યારબાદ આઈપીએલ અને બંગાળ ઈલેક્શન પણ ટ્રેન્ડમાં રહ્યા હોવાનું સામે આવ્યું છે.

ગુગલ એનાલિટિક દ્વારા એનાસિસિસ થાય
સાયબર એક્સપર્ટ જય ગાંગાણીએ જણાવ્યું હતું કે, આ બધા શબ્દોના ગુગલના એનાલિટિક ટુલ આવે છે. તેના દ્વારા સર્ચ થતા શબ્દોને ક્યા કેટલી વાર સર્ચ થયો તે જાણી શકાય છે. આ સાથે દિવસે દિવસ અને મહિનાનું પણ જાણી શકાય છે. આ સાથે અલગ અલગ દેશ, રાજ્યનું પણ જાણી શકાય છે.ગુગલ એનાલિટિક દ્વારા આ બાબતો અંગે એનાલિસિસ કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો