તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુમાન:સુરત સિવિલમાં નર્સિંગ એસોસિએશનના દીપાવલી સ્નેહમિલન સમારોહમાં કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

સુરત5 મહિનો પહેલા
કોરોના વોરિયર્સનું સન્માન સી.આર.પાટીલ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કોરોના વોરિયર્સનું સન્માન સી.આર.પાટીલ સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
  • નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે કોરોના વોરિયર્સનુ સન્માન કરાયુ

નવી સિવિલ ખાતે મજુરા મિત્ર મંડળ અને નર્સિંગ એસો.દ્વારા આયોજિત દીપાવલી અને નવા વર્ષના સ્નેહ મિલન અને કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો. શહેરના તમામ લોકો ઘરમાં રહીને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા હતા ત્યારે લોકોના સ્વાસ્થ્યની જવાબદારી નવી સિવિલના પર હતી એવા કપરા સમયે પોતાના જીવની પરવા કર્યા વગર સિવિલના તબીબો, નર્સો, સફાઈ કર્મચારી રાત દિવસ પોતાની નિશ્વાર્થભાવે સેવા આપી છે. પોતાના ઘરથી દૂર રહીને કોરોના દર્દીઓની સેવા કરી છે ત્યારે મજૂરા મિત્ર મંડળ અને નર્સિંગ એસો.દ્વારા આ કોરોના યોદ્ધાના કામને બિરદાવવા અને પ્રોત્સાહન આપવા માટે સ્નેહ મિલન સમારોહ નવસારીના સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

વોરિયર્સે PPE કીટ પહેલીને તકલીફોનો સામનો કર્યો
આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલ જણાવ્યું હતું કે " કોરોના સ્થિતિમા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, નર્સો, સફાઈ કર્મચારીઓએ કોરોના સંક્રમિત દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે. આઠ કલાક PPE કીટ પહેરી દર્દી કરતા પોતે વધુ તફલીફોનો સામનો કરી પોતાનું યોગ દાન આપ્યું છે.પહેલા સિવિલના નામથી લોકોને ડર લાગતો પરંતુ સિવિલના સ્ટાફે લોકોના ડર દૂર કરી સિવિલમાં સારવાર માટે પ્રેરણા આપી છે. દર્દીઓને પોતાના પરિવારની જેમ સેવા કરી સાજા કર્યા છે એ તમામ કોરોના યોદ્ધાઓ પ્રત્યે સાંસદએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

યોદ્ધાઓનો આભાર માનીયે તેટલો ઓછો
મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું કે" કોરોનાની શરૂઆત થઇ ત્યારે આપણી પાસે એટલી સુવિધા ન હતી પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફની મહેનતથી દરેક દર્દીઓની સારી રીતે સારવાર કરી શક્યા છીએ, સિવિલમાં તમામ કોરોના યોદ્ધાઓનો આભાર માનીયે તેટલો ઓછો હોવાનું તેમણે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો