તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણના સેકન્ડ ફેઝમાં સારા સમાચાર આવ્યા છે. થોડા સમયમાં કોરોના વેક્સિન આપવાનું કાર્ય શરૂ થવાનું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાની રસી સૌ પ્રથમ આરોગ્ય વિભાગને આપવા સહિતની વિગતો એકઠી કરવામાં આવી છે. જેથી વેક્સિન આવે ત્યારે કોઈ જાતની મુશ્કેલી ન સર્જાતા સરળતાથી કામગીરી કરવામાં આવશે.
કમિશનરની અધ્યક્ષતામાં બે મિટીંગ યોજાઈ
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરએ જણાવ્યું હતું કે, કોરોનાની માહામારી સામે લડતના ભાગરૂપે આપણી સામે વેક્સિન આવી રહી છે. એની તૈયારી રાજ્ય સરકાર દ્વારા મળેલી સૂચના મુજબ કરાઈ છે એટલું જ નહીં પણ આ બાબતે પાલિકા કમિશનર સાહેબે અધિકારીઓ સાથે બે વાર મીટીંગ પણ કરી છે. જેમાં મુખ્યત્વે ફાયદારૂપ ડેટા બેઝ તૈયાર કરવા પર ભાર મુકાયો છે. પ્રથમ હેલ્થ કેર વર્કર કે જેમાં સરકારી હોસ્પિટલો, મનપા સંચાલિત હોસ્પિટલો, 55 અર્બન હેલ્થ સેન્ટર, સર્વન્ટ વર્કર, શિક્ષકો, અન્ય સફાઈ કામદારો અને જે આ કામગીરી સાથે જોડાયેલા છે એવા તમામની ઓળખ કરી એક યાદી તૈયાર કરાઈ રહી છે.
તમામ ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યાં
62 જેટલી સરકારી અને 1000 જેટલી ખાનગી જગ્યાઓ પર ડેટા બેઝ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં નામ, ઉંમર સહિતની તમામ માહિતીઓ ભેગી કરાઈ રહી છે. તેમજ સુરતમાં રહેતા હોય એવા 50 વર્ષની ઉપરના તમામ લોકોની યાદી તૈયાર કરવા કમિશનર સાહેબે સૂચન આપ્યું છે. જેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જો બીજા રાઉન્ડની વાત કરીએ તો આ વેક્સિન કોર્પોરેશનમાં વેક્સિનેટર તરીકે કામ કરતા હેલ્થ વર્કર, સેનેટરી ઇન્સ્પેક્ટર, નર્સિંગ સ્ટાફ, મલ્ટીપલ હેલ્થ વર્કર, તેમજ નર્સિંગ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ ટ્રેનિંગ આપી આ કામગીરી એટલે કે વેક્સિનેટર તરીકે ઉપયોગમાં લેવાની કામગીરી કરાઈ રહી છે.
ઉપકરણો એકઠા કરવાની કામગીરી શરૂ
વેક્સિનની જાળવણી કઇ રીતે કરવી એ બાબતે પ્રોડક્શન થાય ત્યાંથી લાભાર્થીને વેક્સિન અપાય ત્યાં સુધીનું વેક્સિનનું તાપમાન જળવાઈ રહે એ માટે તમામ ઉપકરણો જેટલા જોઈએ એટલા એકત્રિત કરાઈ રહ્યા છે. તમામ ઉપકરણો 24 કલાક ચાલુ રાખી શકાય એ માટે પાવર બેકઅપ માટે જનરેટરની વ્યવસ્થા પણ કરવા સૂચના અપાઈ છે. કઈ કઈ જગ્યા ઓ પણ વેકસીન અપાશે એ માટે સ્કૂલ, હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી સેન્ટરની યાદી પણ તૈયાર કરાઈ રહી છે. બસ વેક્સિન આવે ત્યાં સુધીમાં લગભગ તમામ ડેટા બેઝ તૈયાર કર્યા બાદ કામગીરી સરળ બનાવવાના પ્રયાસો ચાલુ છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.