તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ, રાજકોટ બાદ હવે સુરતમાં કોરોનાની રસી માટેના રસીકરણનું ડ્રાયરન શનિવારે 2 ડિસેમ્બરથી કરવામાં આવશે. શહેરમાં ઝોન દીઠ બે-બે વેક્સિન સેન્ટર પર ડ્રાયરન હાથ ધરવામાં આવશે. રસીના સ્ટોરેજ સાથે વિવિધ કેન્દ્રો પર રસી પહોંચાડવાથી માંડીને, રસીકરણ બુથ પર તમામ વ્યક્તિની ચકાસણી કરવી, ડેટાબેઝમાં માહિતી પહોંચાડવી અને રસીકરણ બાદ આડઅસર થાય ત્યારે વ્યક્તિને તાકીદે હોસ્પિટલમાં પહોંચાડવા જેવી તમામ પ્રક્રિયાઓ આ ડ્રાયરનમાં કરાશે. ડ્રાયરનમાં હજુ સુધી રસી આવી ન હોઇ એટલે રસી મુકવાની કામગીરી થશે નહિં. ખરેખર રસીકરણ શરૂ થાય ત્યારે તેને સંબંધિત કોઇપણ પ્રક્રિયામાં ખામી આવે નહીં તે માટે ડ્રાયરન કરવામાં આવનાર છે. દરેક ઝોનમાં સ્કૂલ, હેલ્થ સેન્ટર અને હોસ્પિટલમાં ડ્રાય રન કરી આગોતરી તૈયારીઓ કરવામાં આવશે.
સુરત શહેરમાં કોરોના વેક્સિન માટે 518 સેન્ટર તૈયાર કરવામાં આવનાર છે. એક સેન્ટર દીઠ રોજ 100 લોકોને રસી મુકવામાં આવશે. જેથી રોજ 50 હજાર લોકોને વેક્સિન આપવાની તૈયારી છે. આ સમગ્ર પ્રક્રિયામાં 3500 જેટલો સ્ટાફ જોડાશે. હાલમાં જે રીતે સરકારના રસીકરણ અભિયાનને લઇ તૈયારીઓ ચાલી રહી છે, તે જોતાં સંભવત: 15 જાન્યુઆરીની આસપાસ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. રસીકરણ અભિયાનમાં સૌ પ્રથમ શહેરના 22 હજાર હેલ્થકેર વર્કર, 8 હજાર ફ્રન્ટલાઇન વર્કર ત્યારબાદ 5 લાખ કો-મોરબીડ વ્યકતિ અને પછી સામાન્ય નાગરિકોને રસી મુકવામાં આવશે. જેને લઈ સુરત મહાનગર પાલિકા દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.