તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Shortage Of Corona Vaccine In Surat, Slow Vaccination Of 18+, Vaccination Will Take Two Years, If Given To All, It Will Take Years

ગોકળગતિ:સુરતમાં કોરોના રસીની અછત, ધીમીગતિએ રસીકરણ થશે તો 18+ને વેક્સિનેશનને બે વર્ષ થશે, તમામને આપવામાં તો વર્ષો નીકળી જશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 97 દિવસમાં 7.75 લાખને પહેલો અને 1.74 લાખને બીજો ડોઝ અપાયો છે
  • 45+ના લોકોને બીજો ડોઝ આપવાની રસી ન હોવાની હાલ બંધ કરાયું છે

સુરત શહેરમાં કોરોનાને હરાવવા માટે 18+ યુવાનોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે, વેક્સિનની અછતના કારણે યુવાવર્ગને જોઈએ તેટલી માત્રામાં રસી આપવામાં આવી રહી નથી. સુરતમાં 36 લાખથી વધુ લોકો 18થી 45 વર્ષની ઉંમર ધરાવે છે. યુવાનોને બે ડોઝ આપવામાં પાલિકાને બે વર્ષ જેટલો સમય લાગશે. રોજ સરેરાશ દસ હજાર લોકોને વેક્સિન અપાય તો પણ બે વર્ષે વેક્સિન આપી શકાશે. જ્યારે તમામ 65 લાખ લોકોને વેક્સિનના બે ડોઝ આપવામાં વર્ષો નીકળી જશે.

18+નું ધીમીગતીએ રસીકરણ
1 મેના રોજથી 18+ને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં ત્રણ દિવસમાં માત્ર 17869 યુવાનોને વેક્સિન અપાઈ છે. શહેરની 65 લાખની વસ્તીમાં 36 લાખ કરતા વધુ લોકો 18થી 45 વર્ષની વયના છે. આ તમામ લોકોને વેક્સિન આપવા માટે રોજેરોજનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. રોજ દસ હજાર લોકોને વેક્સિન અપાય તો મહિનામાં 3 લાખ લોકોને પહેલો ડોઝ આપી શકાશે. બે ડોઝ આપવામાં બે વર્ષનો સમય લાગશે.

45+નું કેટલું રસીકરણ થયું?
45+નું પણ વેક્સિનેશન ચાલી રહ્યું છે. જોકે, 45+ના લોકોને બીજો ડોઝ આપવાનું હાલ બંધ છે. શહેરમાં 16 જાન્યુઆરીના રોજ વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. છેલ્લા 97 દિવસમાં 45+ના 580863 લોકોને પહેલો ડોઝ અને 114945 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે 127960 ફ્રન્ટલાઈન વર્કરને પહેલો અને 29291 ફ્રન્ટલાઈન વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કેટલા હેલ્થ વર્કરને રસી અપાઈ?
48744 હેલ્થ વર્કરને પહેલો અને 30212 હેલ્થ વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. છેલ્લા 97 દિવસમાં તમામ કેટેગરીમાં 775436 લોકોને પહેલો ડોઝ અને 174448 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઝડપે શહેરના 65 લાખ લોકોને વેક્સિનના બે ડોઝ આપવામાં વર્ષો નીકળી જશે.

વેક્સિન મળશે એટલું ઝડપથી રસીકરણઃ પા. કમિશનર
રસીકરણને લઈને સુરત મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે રસીકરણ 50 ટકા સરકારી સ્તરે અને 50 ટકા ખાનગી ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવે તેવી વ્યવસ્થા અમે કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે સિરમ વેક્સિન પ્રોડકશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેટલા પ્રમાણમાં વેક્સિનનું પ્રોડક્શન થાય છે અને આપણને કેટલા સમયમાં વેક્સિનનો કેટલો જથ્થો મળે છે તે ખૂબ મહત્વનો છે. જેટલા વધુ પ્રમાણમાં વેક્સિન મળશે એટલા ઝડપથી આપણે રસીકરણ ની કામગીરી કરી શકીશું પરંતુ અત્યારની સ્થિતી જોતા રસીકરણ માટે કેટલો સમય લાગશે તેમ કહેવું શક્ય નથી.