• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Uncontrollable, Active Cases More Than 22 Thousand In Surat, Cold cough, Fever Cases Increased 6 Times In Just 2 Weeks

કોરોના સુરત LIVE:સુરતમાં કોરોના બેકાબૂ, નવા 3974 કેસ, એકનું મોત, એક્ટિવ કેસ 24 હજારને પાર, 31 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં 1244 કેસ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંક્રમણમાં સતત વધારો નોધાતા ટેસ્ટિંગ વધારી દેવાયું છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સંક્રમણમાં સતત વધારો નોધાતા ટેસ્ટિંગ વધારી દેવાયું છે(ફાઈલ તસવીર)
  • કોવિડનો કુલ આંકડો વધીને 1,82,175 પર પહોંચ્યો

સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે. આજે એક જ દિવસમાં સુરત 3974 કેસ નોંધાયા છે. આ સાથે એક દર્દીનું મોત થયું છે. જ્યારે 2232 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 1244 કેસ નોંધાયા છે. જે કુલ કેસના 31 ટકા થા છે. વિતેલા 2 સપ્તાહમાં જ શરદી-ખાંસી, તાવના કેસમાં 6 ગણો વધારો થયો છે.

એક્ટિવ કેસ વધીને 24,330 થયા
કોરોના સંક્રમણમાં પણ ભારે વધારો થયો છે. સુરત શહેર જિલ્લામાં નવા 3974 કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,82,175 પર પહોંચ્યો છે. જ્યારે 1 મોત સાથે મૃત્યુઆંક વધીને 2138 થયો છે. આજે શહેરમાંથી 2232 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,55,719 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 24,330 એક્ટિવ કેસ છે.

ત્રણ સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઈ
7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં નોંધાયા છે. 9 વ્યક્તિઓ ઉધના ઝોન-એના ભેસ્તાન વિસ્તારના સંગમ સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયા છે. 15 વ્યક્તિઓ ઉધના ઝોન-બીના ગર્ભણી વિસ્તારના રામેશ્વર નગરમાં નોંધાયા છે. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.

40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા
આજ રોજ કુલ 40 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તે પૈકી રાયન ઇન્ટર નેશનલ શાળા, એલ પી સવાણી, ડી પી એસ શાળા, કેન્દ્રિય શાળા, સુમન શાળા, ડી આર બી કોલેજ, મહેશ્વરી શાલાલ, વનિતા વિશ્રામ શાળા, હિલ્સ હાઇસ્કૂલ શાળા તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં આવેલ છે. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 784 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે.

રાંદેર ઝોનમાં કોરોના બ્લાસ્ટ
છેલ્લા એક જ સપ્તાહમાં રાંદેર ઝોનમાં રેકોર્ડબ્રેક 5093 કેસ નોંધાતા પાલિકા તંત્રની ઊંઘ ઉડી છે. કોરોના સંક્રમણના નવા કેસમાં રાંદેર ઝોને અઠવા સહિતના અન્ય તમામ ઝોનને પાછળ પાડી દીધા છે. કોરોના સંક્રમણમાં વધારો થતા અડાજણ, પાલ, રાંદેર રોડ સહિતના વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 6434 થઇ છે. જેથી સુરત શહેરના રાંદેર ઝોનને હાઈરિસ્ક ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે,સુરત મહાનગર પાલિકા દ્વારા રાંદેર ઝોનમાં ચેતવણીના બોર્ડ લાગડવામાં આવ્યા છે, બોર્ડ ઉપર સ્પષ્ટ સૂચના લખાઈ છે. કે હાઇરિસ્ક એરિયામાં પ્રવેશ્તા પહેલા સાવચેતી રાખવી,રાંદેર અને અથવા ઝોનમાં વધતા કેસ જોતા પાલિકા એ નવી સ્ટ્રેટેજી બનાવાની જરૂર હોય એમ લાગે છે.

ત્રીજી લહેરમાં કુલ કેસ, હાઇએસ્ટ-એક્ટિવ કેસ વધ્યા પણ દાખલ દર્દી ઘટ્યા
કોરોનાની અગાઉની બે લહેરમાં કુલ કેસ 40671થી વધીને 139315 થયા છે, રોજિંદા કેસ 238થી વધીને 3563 થયા છે તથા રોજના એક્ટિવ કેસ 1364થી વધીને 20598 થયા છે, જેની સામે દાખલ દર્દીઓ 4038 પરથી ઘટીને 401 જેટલા રહી ગયા છે. આમ દાખલ દર્દીઓ ઘટ્યા છે.