• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Transition Doubled, 1193 New Cases Reported After 245 Days, 94 Students Infected, 484 New Cases In Athwa Zone Alone

કોરોના સુરત LIVE:કોરોના સંક્રમણમાં બમણો વધારો, 245 દિવસ બાદ નવા 1193 કેસ નોંધાયા, 94 વિદ્યાર્થી સંક્રમિત, અઠવા ઝોનમાં જ નવા 484 કેસથી હાહાકાર

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેસ્ટિંગ વધારવા માટે પાલિકા દ્વારા કિટ ખરીદવામાં આવશે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ટેસ્ટિંગ વધારવા માટે પાલિકા દ્વારા કિટ ખરીદવામાં આવશે(ફાઈલ તસવીર)
  • પાલિકા દ્વારા વાઈરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ અને રેપિડ એન્ટિજન કીટ 10 લાખ ખરીદાશે

વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે શહેર અને જિલ્લામાં મળીને કુલ ગત રોજ કોરોનાના 245 દિવસ બાદ 1193 કેસ નોંધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 3 હજારને પાર કરી 3277 પર પહોંચી ગઈ છે. છેલ્લા છ દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યો હોવાનું સામે આવ્યું છે. આજે અઠવા ઝોનમાં એકલામાં જ 484 કેસ સામે આવ્યાં છે. 40 ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારવા માટે પાલિકા દ્વારા વાઈરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ અને રેપિડ એન્ટિજન કીટ 10 લાખ ખરીદાશે.

પોઝિટિવ કેસનો આંક 1,47,573 પર પહોંચ્યો
આજ રોજ શહેરમાં 1105 અને જિલ્લામાં 88 કેસ સાથે વધુ કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 147572 થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2118 થયો છે. શહેરમાંથી એક પણ દર્દીને ડિસ્ચાર્જ નથી કરાયો જ્યારે જિલ્લામાંથી 01 કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142177 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3277 નોંધાઈ છે.

10 લાખ ટેસ્ટ ખરીદાશે
જેમાં વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ (VTM) 10 લાખ કીટ અને રેપિડ એન્ટિજન કીટ 10 લાખ ખરીદવામાં આવશે. સાથે સાથે બીજો નિર્ણય પ્રકારનો લેવાયો છે કે, કોર્પોરેશનના અધિકારીઓ 31માર્ચ 2022 સુધી આકસ્મિક ખર્ચો એકથી બે લાખ સુધી કરી શકશે.આ પ્રકારની મંજૂરી આપવામાં આવી છે. કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આગામી બે મહિના સુધી સ્થિતિ વધુ વિકટ બની શકે છે, અને તેના કારણે લોકોના ટેસ્ટિંગની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપથી કરવામાં આવી શકે છે. સ્થાયી સમિતિ દ્વારા આગામી દિવસોમાં ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટને કારણે રોજના હજારોની સંખ્યામાં ટેસ્ટિંગ કરવા માટે જરૂરી કીટનો જથ્થો ખરીદી રહેવા માટેની તૈયારી કરવામાં આવી છે.

નવા કલસ્ટર ઝોન જાહેર
આજ રોજ પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૦4 વ્યક્તિઓ અઠવા ઝોનના અલથાણ વિસ્તારના સ્વસ્તિક પાર્કના એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.આજ રોજ પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૦6 વ્યક્તિઓ વરાછા ઝોન બીના નાના વરાછા વિસ્તારના વાડી ફળિયાના નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૦4 વ્યક્તિઓ કતારગામ ઝોનના અમરોલી વિસ્તારના મહાવીરધામ-૨ના એક જ ઘરમાં નોંધાયેલ હોયતેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.

94 વિદ્યાર્થી સંક્રમિત
આજ રોજ કુલ 94 વિદ્યાર્થીઓ અનુક્રમે ફાઉન્ટેડહેડ સ્કુલ , વીએનએસજીયુ, ડીપીએસ, , એસ ડી જૈન, સુમન સ્કુલ ઉધના, લિંબાયત, એક્ષ્ટરી મેન્ટલ,જી ડી ગોઈન્કા, પી પી સવાણી, રેડિયન્ટ સ્કુલ, એલ પી સવાણી, આશાદીપ સ્કુલ, ભૂલકાં વિહાર, મહાવીર કોલેજ, કેન્દ્ર વિધ્યાલય, ડી આર બી તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં નોધાયેલ છે.જે પૈકી ફાઉન્ટેડહેડ સ્કુલ, વીએનએસજીયુ, ડીપીએસ, , એસ ડી જૈન, સુમન સ્કુલ ઉધના, લિંબાયત, એક્ષ્પરી મેન્ટલ,જી ડી ગોઈન્કા, પી પી સવાણી, રેડિયન્ટ સ્કુલ, એલ પી સવાણી, આશાદીપ સ્કુલ, ભૂલકાં વિહાર, મહાવીર કોલેજ, કેન્દ્ર વિધ્યાલય, ડી આર બી તથા અન્ય શાળાઓ તથા કોલેજોમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 1022 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે.