તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:સુરતમાં વેક્સિનના બે ડોઝ લીધાના 35 દિવસ પછી 3 ડોક્ટરને કોરોના

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડોક્ટરોનો દાવો, વેક્સિન લીધી હોવાથી ગંભીર લક્ષણો ન દેખાયા
 • 69 વર્ષના તબીબ 14 દિવસથી ઘરની બહાર નીકળ્યા નથી, તેમના 3 HRCT રિપોર્ટ નોર્મલ, 2 એન્ટિજન ટેસ્ટ નેગેટિવ પણ 2 RTPCRના રિપોર્ટ પોઝિટિવ

વેક્સિનના બે ડોઝ લીધાના 35 દિવસ પછી વધુ 3 ડોક્ટરને કોરોના થયો છે. અગાઉ પણ વેક્સિનના બંને ડોઝ લીધાના 32 દિવસ પછી એક તબીબને કોરોના થયો હતો. કોરોનાગ્રસ્ત થયેલા 69 વર્ષિય સિનિયર ડોક્ટર વિનોદ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, હું છેલ્લા 14 દિવસથી ઘરની બહાર નીકળ્યો નથી. જોકે મને ગળામાં તકલીફ લાગતા મેં ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં એચઆરસીટીના બે રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. જ્યારે બે એન્ટીજન ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા હતા. જોકે આરટીપીસીઆરના બે ટેસ્ટ કરાવ્યા જે પોઝિટિવ આવ્યા હતા. વેક્સિન લીધી હોવાથી ગંભીર લક્ષણો દેખાયા નથી.

અન્ય એક સિનિયલ ડોક્ટર નિતિન ગર્ગે કહ્યું કે, સ્ટ્રેન નવો હોવાને કારણે ચેપ લાગી શકે છે, પરંતુ વેક્સિન લીધી હોવાથી ગંભીર લક્ષણો આવ્યા નથી. કોમ્પ્લિકેશન ઉભા ન થાય તે માટે પણ લોકોએ વેક્સિન લેવી જોઇએ. અન્ય એક ડોક્ટરને પણ વેક્સિન લીધા બાદ કોરોના થતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.

ખાનગીમાં ICUના 371માંથી 301 બેડ ફૂલ થઇ ગયા
શહેરમાં કોરોનાના કેસ વધતા ખાનગી સહિત સરકારી હોસ્પિટલો ફુલ થવાને આરે છે. 43 ખાનગી હોસ્પિટલમાં આઇસીયુના 371માંથી 301 બેડ ફુલ થઇ ગયા છે, જ્યારે સિવિલ અને સ્મિમેરમાં 300 દર્દી ઓક્સિજન પર છે. 43 ખાનગી હોસ્પિટલોમાં કુલ 1991 બેડમાંથી 1760 બેડ ફુલ થઇ ગયા છે. બીજી તરફ પાલિકાએ પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા બેડ વધારવા માટે પણ કવાયત શરૂ કરી છે.

સિવિલ-સ્મિમેરમાં 300 દર્દીઓ ઓક્સિજન પર
ખાનગીબેડઓક્સિજનઆઇસીયુવેન્ટિલેટરજનરલ
કુલ199114243711901508
ભરેલા170655230194952
હોસ્પિટલકુલભરેલાવેન્ટિલેટરબાયપેપઓક્સિજન
સિવિલ22254022080170
સ્મિમેર6503981046130

MLA અરવિંદ રાણાને કોરોના, શહેર જિલ્લામાં નવા 644 કેસ, 3નાં મોત
શુક્રવારે શહેરમાં 506 અને જિલ્લામાં 138 મળી નવા 644 કેસ નોંધાયા હતા અને 3નાં મૃત્યુ થયા હતા. જેમાં અડાજણના 85 વર્ષીય વૃદ્ધ, પાંડેસરાની 37 વર્ષીય મહિલા અને ડિંડોલીના 60 વર્ષીય વૃદ્ધનું કોરોનામાં મોત નીપજ્યું હતું. ધારાસભ્ય અરવિંદ રાણાએ 3 દિવસ પહેલા જ વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ તેમને પણ કોરોના થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો