આજથી 5 હજાર ટેસ્ટ:દિવાળીની રજા માણી સુરત પરત ફરનારા 500થી વધુનું 7 પ્રવેશદ્વાર પર કોરોના ટેસ્ટિંગ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય બહારથી આવતા લોકો પાસેથી RT-PCR ટેસ્ટના રિપોર્ટ પણ મંગાયા
  • એરપોર્ટ પર 293 પૈકી 13 યાત્રીઓનું ટેસ્ટિંગ કરાયું, એક પણ પોઝિટિવ કેસ ન મળતાં રાહત

દિવાળીમાં બહારગામ ગયેલાં શહેરીજનોએ લાભ પાંચમ પહેલાની પુર્વ સંધ્યાથી પરત ફરવાનું શરૂ કર્યું છે. તે જોતા પાલિકાએ રેલવે સ્ટેશન, બસ ડેપો તથા એરપોર્ટ ઉપરાંત શહેરનાં 5 પ્રવેશ દ્વારો પર લોકોને ટ્રેસ કરી કોરોના ટેસ્ટિંગની કવાયત જડબેસલાક બનાવી હતી. સોમવારે સ્ટેશન પર 250, બસ ડેપો પર 250 ટેસ્ટિંગ કીટ ઉપયોગમાં લેવાઇ હતી. એરપોર્ટ પર બપોરે 2 વાગ્યા સુધીમાં ઉતરેલા 293 યાત્રીઓ પૈકી 13ના ટેસ્ટિંગ કરાયાં હતાં. જોકે, આ તમામ સ્થળે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.

સૂત્રોએ કહ્યું કે, દિવાળી પહેલાં જ પાલિકાએ બહારગામ જતા લોકો પરત ફરે ત્યારે કોરોના ટેસ્ટિંગ કરાવવાનો આગ્રહ રાખે તેવી તાકીદ કરી હતી. લાભ પાંચમથી બજારો ખુલે તે પહેલાં લોકોએ સોમવારથી પરત ફરવાનું શરૂ કર્યું છે ત્યારે પાલિકાએ શહેરના પ્રવેશદ્વાર જહાંગીરપુરા, વાલક, પલસાણા અને કડોદરા ચેક પોસ્ટ પર ધનવંતરી તથા મોબાઇલ ટેસ્ટિંગ બસને સ્ટેન્ડબાય રાખી કામગીરી શરૂ કરી હતી.

તેવી જ રીતે રેલવે સ્ટેશન, બસ ડેપો અને એરપોર્ટ પર પણ ટેસ્ટિંગ રિપોર્ટ મંગાયા હતા. પાલિકાએ વિવિધ ચેકપોસ્ટ સહિતના સેન્ટરો પર કરેલી રેપિડ ટેસ્ટમાં કોઇ પોઝિટિવ મળ્યાં ન હોવાનું ડો. ફેનિલ પટેલે કહ્યું હતું. જોકે આરટીપીસીઆર રિપોર્ટ 24 કલાક પછી જાણવા મળશે.

ક્યાં કેટલા ટેસ્ટ કરાયાં?

રેલવે સ્ટે.250
બસ ડેપો250
એરપોર્ટ13
વાલક90
જહાંગીરપુરા70
પલસાણા80
સરોલી75
સાયણ75

રસીના બે ડોઝ લીધા હોય તેવાને મુક્તિ
રાજ્ય બહાર ગયેલા લોકો પાસે 72 કલાકની મર્યાદાવાળા આરટીપીસીઆર રિપોર્ટ માંગવામાં આવી રહ્યા છે. જોકે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવાને ટેસ્ટિંગમાંથી મુક્તિ અપાઇ હતી.

17 ઇન્ટરનેશનલ યાત્રીનું રિ-ચેકિંગ
સોમવારે એરપોર્ટ પર 17 ઇન્ટરનેશનલ પેસેન્જર વાયા દિલ્હી આવ્યા હતા. કુલ 17માંથી 14 સિટી છે જ્યારે ૩ બહારના છે, જેમને આરટીપીસીઆર તથા વેક્સિન સર્ટિનું રિ-ચેકિંગ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...