તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:સુરત સિવિલની લેબમાં 10 લાખે 3000 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાયો, દેશ-રાજ્યમાં સૌથી વધુ

સુરત 10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિવિલ હોસ્પિટલની લેબમાં કુલ 18 હજાર ટેસ્ટ થઇ ચૂક્યા છે

સુરતની સિવિલ હોસ્પિટલની લેબમાં અત્યાર સુધીમાં 18,000 સેમ્પલોના ટેસ્ટ કરવામાં આવ્યા છે મતલબ કે 10 લાખ વ્યક્તિએ 3000 વ્યક્તિનો કોરોના ટેસ્ટ અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલની લેબમાં કરવામાં આવ્યો છે. ભારતમાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ 1166ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ દસ્તક આપી ત્યારથી અત્યાર સુધીમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની લેબમાં કુલ 18000 સેમ્પલોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.શરૂઆતમાં કોરોના અંગેના ટેસ્ટ માટે સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવતા હતા. જોકે સુરતમાં પણ કોરોનાપોઝિટિવ કેસ સામે આવતા નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટની મંજૂરી આપી દેવામાં આવી હતી.ત્યારથી નવી સિવિલ હોસ્પિટલમાં સુરત,સુરત જિલ્લા, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના કોરોના અંગેના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં આવતા હતા.અત્યાર સુધીમાં કોરોના અંગેના 18000 સેમ્પલ ટેસ્ટ કરાયા છે અને  સ્મીમેર હોસ્પિટલમાં 17 એપ્રિલથી કોરોના ટેસ્ટ કરવાની શરૂઆત થઈ હતી અત્યાર સુધીમાં સ્મીમેર હોસ્પિટલમાં 6562 ટેસ્ટ કર્યા છે. એટલે કે શહેરની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી અત્યાર સુધી 24562 ટેસ્ટ કરાયા છે.
દર દસ લાખે કરવામાં આવતા ટેસ્ટ
1166- ભારત
1810- ગુજરાત
3000- સુરત 
ટેસ્ટ વધુ કરવામાં આવ્યા તે લાભદાયક
શરૂઆતનાં તબક્કામાં સુરતમાં ટેસ્ટ વધુ કરવામાં આવ્યા હતા. જેના કારણે જે વિસ્તારમાં સંક્રમણ વધુ હતું તે શોધી શકાયું હતું. તેમજ તે સંક્રમણ અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે સંક્રમિત વિસ્તારોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જે લાભદાયક રહ્યું હતું.- બંછાનિધિ પાની, મ્યુ.કમિશનર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો