કોરોના સુરત LIVE:કોરોના અંત તરફ અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું, આજે દિવસ રસીકરણ બંધ રહેશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જન્માષ્ટમી પર્વને લઈને આજે વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
જન્માષ્ટમી પર્વને લઈને આજે વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 54 નોંધાઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ત્રીજી લહેરની સંભાવના વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી શહેર જિલ્લામાં કોરોનાનું જોર ઘટ્યું છે. દરમિયાન મચ્છરજન્ય રોગે માથું ઉંચક્યું છે. શહેરમાં બે મહિનામાં ડેન્ગ્યૂના સિવિલ અને પાલિકાના ચોપડે માત્ર 121 દર્દીઓ નોંધાયા છે. આજથી બે દિવસ કોરોના રસીકરણ પાલિકા દ્વારા બંધ રાખવામાં આવ્યું છે અને મંગળવારથી ફરી શરૂ કરાશે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,591 થઈ
શહેર અને જિલ્લામાં ગત રોજ કોરોનાનો માત્ર 2 જ કેસ નોંધાયાં હતાં. શહેરમાં 02 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 02 કેસ પોઝિટિવ નોંધાયો હતો. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,591 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગત રોજ શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 02 દર્દીઓ મળી 03 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,422 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 54 નોંધાઈ છે.

સિવિલમાં મલેરિયાના 24 અને ડેન્ગ્યૂના 19 કેસ
શહેરમાં બે મહિનામાં ડેન્ગ્યૂના સિવિલ અને પાલિકાના ચોપડે માત્ર 121 દર્દીઓ નોંધાયા છે. પાલિકાના ચોપડે ઓગસ્ટમાં મલેરિયાના 79 અને ડેન્ગ્યૂના 12 કેસ છે. જ્યારે સિવિલમાં મલેરિયાના 24 અને ડેન્ગ્યૂના 19 કેસ છે. તો સ્મીમેરમાં ડેન્ગ્યૂના 4 કેસ અને મેલેરિયાના 39 કેસ સામે આવ્યા છે.

મચ્છર બ્રિડીંગ મળી આવતાં 17 સ્કૂલો સામે દંડનિય કાર્યવાહી
ડેન્ગ્યુ, મેલેરિયાના રોગચાળા એ માથું ઊંચક્યું છે ત્યારે મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે મહાપાલિકાના વીબીડીસી વિભાગે ફરી ઝુંબેશ તેજ કરી છે. ગત રોજ તમામ ખાનગી અને સરકારી સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરતાં મચ્છર બ્રિડીંગ મળી આવતાં 17 સ્કૂલો સામે દંડનિય કાર્યવાહી કરી 34 હજારની વસુલાત કરાઇ છે. વીબીડીસી ના કર્મચારીઓ એ શનિવારે સ્કુલોની 801 સ્થળોએ કુલ 6061 સ્પોટ ચેક કરી કુલ 103 બ્રિડીંગનો નાશ કરાવવામાં આવ્યો છે. ખાનગી અને સરકારી સ્કૂલોના 52 જવાબદાર નોડલ ઓફિસર ને નોટીસો આપવામાં આપવામાં આવી છે.