તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવનો આંકડો વધીને 1,42,130 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2092 થયો, રિક્વરની સંખ્યા 1,37,574 થઈ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણમાં ઘટાડો થતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણમાં ઘટાડો થતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2464 થઈ

કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 1,42,130 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે મૃત્યુઆંક 2092 પર પહોંચ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી કુલ ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,37,574 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2464 એક્ટિવ કેસ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં 79 અને જિલ્લામાં 30 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 109 કેસ પોઝિટિવ નોંધાયા હતા. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2464 થઈ ગઈ છે.