તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:પોઝિટિવનો આંકડો વધી 71,243 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1234, એક્ટિવ કેસની સંખ્યા વધીને 4325 થઈ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસના વધારા સાથે ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. - Divya Bhaskar
કોરોના કેસના વધારા સાથે ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
  • ડિસ્ચાર્જની સંખ્યા વધીને 65,684 પર પહોંચી ગઈ

શહેરમાં કોરોના સંક્રમણ સુપર સોનિક ગતિએ આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. પોઝિટિવનો આંકડો વધીને 71,243 થયો છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ થયેલા દર્દીઓની સંખ્યા સરકારી ચોપડે વધીને 1234 થઈ છે. શહેરમાંથી આજે 598 અને જિલ્લામાંથી 79 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યાની સંખ્યા વધીને 65,684 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 4325 થઈ છે.

સરકારી હોસ્પિટલમાં 984 દર્દીઓ ગંભીર
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી કુલ 984 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 612 લોકો ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.જયારે 135 લોકો બાયપેપ પર અને 13 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહયા છે.આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 163 લોકો ઓક્સિજન પર 47 લોકો બાઇપપે પર અને 14 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

બેડની સંખ્યા ઘટી
કોરોનાના દર્દીઓની સંખ્યા વધતાં હોસ્પિટલોમાં બેડ ઘટી પડ્યાં છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ મળવા મુશ્કેલ બન્યા છે સિવિલ, સ્મીમેર ખાતે મનેકમને લોકો દાખલ થઈ રહ્યાં છે. ત્યારે પાલિકાએ બેડની અછત ઉભી નહીં થાય તે માટે તૈયારી હાથ ધરી દીધી હતી તેમાં અગાઉ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં વધારો કરતાં હવે કુલ 80 હોસ્પિટલોને માન્યતા આપવામાં આવી છે. તેથી ખાનગી પાલિકા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં બેડની સંખ્યા 3380 થઈ છે.

રસીનો સ્ટોક 75 હજારથી વધુ ઉપલબ્ધ
રસીકરણ રાબેતા મુજબ હાથ ધરાયું છે કુલ 28,592 લોકોએ રસી મુકાવી છે. અત્યાર સુધીમાં કુલ 6,42,952 લોકોએ રસી મુકાવી દીધી છે. પાલિકાના વેક્સિન મુખ્ય સ્ટોર ખાતે રસીનો સ્ટોક 75 હજારથી વધુ ડોઝ ઉપલબ્ધ હોવાનું આરોગ્ય ખાતાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો