તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 6 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 143625 પર પહોંચ્યો, એક દર્દી ડિસ્ચાર્જ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાની ત્રીજી લહેરની સંભવિતતાને પગલે વેક્સિનેશન તેજ કરી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાની ત્રીજી લહેરની સંભવિતતાને પગલે વેક્સિનેશન તેજ કરી દેવામાં આવ્યું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોનાના 67 એક્ટિવ કેસ

ચાલુ મહિનામાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોની જેમ જ ઓછા સામે આવી રહ્યા છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. આજે શહેર જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ સામે આવ્યા છે. શહેરમાં નવા 3 કેસ અને જિલ્લામાં 3 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 143625 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. આજે શહેર જિલ્લામાં કોરોનામાં એક પણ મોત નોંધાયું નથી. જોકે અત્યાર સુધીમાં કુલ 2115 લોકોના કોરોનામાં મોત થઈ ચૂક્યા છે. શહેર જિલ્લામાં આજે 1 વ્યક્તિ કોરોનામુક્ત બન્યો હતો. હાલ શહેર જિલ્લામાં કોરોનાના 67 એક્ટિવ કેસ છે.

વેક્સિનેશન હજી પણ કોરોના સામે લડવા માટેના હથિયાર
ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સંભવિત ત્રીજી લહેરની વાત કરવામાં આવી હતી. હાલ શહેર જિલ્લામાં નવા કેસની સંખ્યા ઓછી છે. જોકે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે હજી પણ નિરાંતના શ્વાસ લેવાની ઉતાવળ કરવી ન જોઈએ. માસ્ક, સેનિટાઇઝર અને વેક્સિનેશન હજી પણ કોરોના સામે લડવા માટેના હથિયાર છે. શાળાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે ફરી એકવાર લોકોએ તકેદારી રાખવાની જરૂર છે.

184 સેન્ટર પર વેક્સિનેશન
શહેરમાં વેક્સિનેશન ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે. આજે 184 સેન્ટર પર રસી આપવામાં આવી રહી છે. જેમાં કોવિશિલ્ડના પ્રતમ ડોઝ માટે 70 સેન્ટર નિર્ધારિત કરવામાં આવ્યાં છે.જ્યારે કોવિશિલ્ડના બીજા ડોઝ માટે 57 સેન્ટર ફાળવાયાં છે. સાથે જ વિદેશ જનારા માટે 2 સેન્ટર અને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેનારા માટે 36 સેન્ટર ફાળવાયાં છે.જ્યારે કોવેક્સિન માટે 11 અને ઉમરલાયક તથા સગર્ભા માટે 8 સેન્ટર પર રસીકરણ શરૂ કરાયું છે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ