કોરોના સુરત LIVE:સંક્રમણના ધીમી ગતિએ પગરવ, પાલનપુરની શાળામાં વિદ્યાર્થી પોઝિટિવ આવતાં 7 દિવસ શાળા બંધ,શહેરમાં આજે 191 સેન્ટર પર રસીકરણ

સુરત15 દિવસ પહેલા
પાલનપુરની વિદ્યાકુંજ શાળાને પાલિકા દ્વારા બંધ કરાવવામાં આવી છે.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 88 થઈ

શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. ગત રોજ શહેરમાં 4 અને જિલ્લામાં 2 કેસ મળી 6 કેસનો વધારો થયો છે. જેથી પોઝિટિવ કેસનો આંક 143790 પર પહોંચી ગયો છે.બીજી તરફ પાલિકા દ્વારા કોરોના વિરોધી રસીકરણ તેજ કરી દેવામાં આવ્યું છે. આજે શહેરના 191 સેન્ટર પર રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.પાલનપુર પાટિયા વિસ્તારની વિદ્યાકુંજ શાળામાં કોરોના સંક્રમણના કેસ પોઝિટિવ આવતા શાળા 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે.

સંક્રમણ અટકાવવા તત્કાલ પગલાં લેવાય છે-પાલિકા
આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે કોઈપણ શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થાય છે જ્યારે અમે તાત્કાલિક અસરથી શાળા બંધ કરાવવા માટે નિર્ણય કરી લેતા હોય છે. જે બાળકોને કોરોના પોઝિટિવ આવ્યા છે તેમની સ્થિતિ સ્થિર છે કોઈ ચિંતા કરવાની બાબત નથી. પરંતુ અન્ય કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત ન થાય તેના માટે અમે શાળા બંધ કરાવી દઈએ છે.

એક્ટિવ કેસની સંખ્યામાં વધારો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં ગત રોજ 4 અને જિલ્લામાં 2 કેસ સાથે કોરોનાના વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ સંખ્યા 143790 થઈ છે. એક પણ મોત ન થતાં મૃત્યુઆંક 2115 પર યથાવત છે. 3 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા રજા અપાઈ હતી. કુલ 141587 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 88 થઈ ગઈ છે.

વેક્સિનેશનમાં સુરત અવ્વલ
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું હતું. જેને પરિણામે આજે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100% વેક્સિનેશન કરાવવામાં સફળ રહી છે. કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત છે. જેમાં સુરત શહેરના તમામ લોકોને ફર્સ્ટ ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકા સફળ રહી છે.

આજે 191 સેન્ટર પર રસીકરણ
શહેરમાં આજે કોરોના વિરોધી રસીકરણ 191 સેન્ટર પર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 133 સેન્ટર પર કોવિશિલ્ડ અને 2 સેન્ટર વિદેશ જનારા માટે ફાળવવામાં આવ્યાં છે. જ્યારે 46 સેન્ટર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર માટે ફાળવાયાં છે. જ્યારે 10 સેન્ટર પર કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ