તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52689 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 થયો છે. છેલ્લા દસ દિવસથી કોરોનામાં એક પણ મોત ન નોંધાતા શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગને મોટી રાહત થઈ છે. ગત રોજ શહેરમાંથી 61 અને જિલ્લામાંથી 6 મળી શહેર જિલ્લામાંથી 67 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51292 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 260 થઈ ગઈ છે.
વિદ્યાર્થી, વેપારી, ટીચર સહિત સંક્રમીત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં વેપારી, વિદ્યાર્થી તેમજ ટીચર સહિતની વ્યક્તિઓ ચેપગ્રસ્ત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, 2 વેપારી, ઈસ્ટ ઝોનમાં વેપારી, ટીચર, સેન્ટ્રલ ઝોનમાં વેપારી, નોર્થ ઝોનમાં લાકડાના વેપારી, વેસ્ટ ઝોનમાં લાકડાના વેપારી તેમજ શોપકિપરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
1 વેન્ટિલેટર અને 3 ઓક્સિજન પર
સિટીમાં કુલ કેસ 39,660 અને મૃત્યુઆંક 850 છે. જિલ્લામાં કુલ કેસ 13,029 અને મૃત્યુઆંક 287 છે. સિટી-જિલ્લા મળીને કુલ કેસનો આંક 52689 અને મૃત્યુઆંક 1137 થયો છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 38654 અને જિલ્લામાં 12638 મળીને કુલ 51292 થયો છે. સિવિલ હોસ્પિટલમાં 8 દર્દીઓ પૈકી 3 ગંભીર છે. જેમાં 1 બાઇપેપ, 2 ઓક્સિજન પર છે. સ્મીમેરમા 4 પૈકી 3 ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર,1 બાઇપેપ, 1 ઓક્સિજન પર છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.