તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 222 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 45,364 થયો, 3 મોત સાથે મૃત્યુઆંક 1078 પર પહોંચ્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કાપડના વેપારી, હીરાના વેપારી, ઓટો મોબાઈલ વેપારી સહિત કોરોના સંક્રમિત

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 222 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધઈને 45,364 પર પહોંચ્યો છે. વધુ 3 મોત સાથે કુલ મૃત્યુઆંક 1078 પર પહોંચ્યો છે. શહેરમાંથી આજે 214 અને જિલ્લામાંથી 54 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી અત્યાર સુધીમાં કુલ 42,651 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1635 એક્ટિવ કેસ છે.

4 કાપડના વેપારી, 3 વિદ્યાર્થી સહિત કોરોના સંક્રમિત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં કાપડના વેપારી, હીરાના વેપારી, ઓટોમોબાઈલ વેપારી સહિત અનેક કોરોના સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 4 કાપડના વેપારી, 3 વિદ્યાર્થી, ઓટોમોબાઈલ વેપારી, એડવોકેટ ઓફિસ કર્મચારી, રિલાયન્સના મેનેજર, જીવન જ્યોત હોસ્પિટલના કર્મચારી, યાર્ન વેપારી, વેસ્ટ ઝોનમાં બેંક કર્મચારી, ડીજીવીસીએલ કર્મચારી, ઈલેક્ટ્રિશ્યન, કાપડ વેપારી, પાલિકાના સફાઈ કામદાર, વિદ્યાર્થી, ડિઝાઈનર, વરાછા ઝોનમાં 2 કાપડના વેપારી, સેન્ટ્રલ ઝોનમાં હીરાના વેપારી, સાઉથ ઈસ્ટ ઝોનમાં સોફ્ટવેર ડેવલપર, ફેશન ડિઝાઈનર, નોર્થ ઝોનમાં 2 વિદ્યાર્થી અને સાઉથ ઝોનમાં ડાયમંડ સર્ટીફાય લેબના કર્મચારી તેમજ બેંક મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ અને સ્મીમેરમાં 62 દર્દીની હાલત ગંભીર
સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 94 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 43 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 26 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 23 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 19 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો