તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 3 કેસ નોંધાતા પોઝિટિવનો આંક 143616 પર પહોંચ્યો, વધુ બે દર્દી ડિસ્ચાર્જ થયા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં કોરોનાના 60 એક્ટિવ કેસ

ચાલુ મહિનામાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોની જેમ જ ઓછા સામે આવી રહ્યા છે પણ ચાલુ મહિનામાં તમામ ઉંમરના લોકો પોઝિટિવ આવી રહ્યા છે.10 વર્ષની અંદરના બાળકોથી લઈ 50 વર્ષ ઉપરના વડીલો પણ પોઝિટિવ આવ્યા છે. આજે શહેર જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ સામે આવ્યા છે. શહેરમાં જ નવા 3 કેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં 143616 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. આજે શહેર જિલ્લામાં કોરોનામાં એક પણ મોત નોંધાયું નથી. જોકે અત્યાર સુધીમાં કુલ 2115 લોકોના કોરોનામાં મોત થઈ ચૂક્યા છે. શહેર જિલ્લામાં આજે 2 વ્યક્તિ કોરોનામુક્ત બન્યા છે. હાલ શહેર જિલ્લામાં કોરોનાના 60 એક્ટિવ કેસ છે.

વેક્સિનેશન હજી પણ કોરોના સામે લડવા માટેના હથિયાર
ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સંભવિત ત્રીજી લહેરની વાત કરવામાં આવી હતી. હાલ શહેર જિલ્લામાં નવા કેસની સંખ્યા ઓછી છે. જોકે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે હજી પણ નિરાંતના શ્વાસ લેવાની ઉતાવળ કરવી ન જોઈએ. માસ્ક, સેનિટાઇઝર અને વેક્સિનેશન હજી પણ કોરોના સામે લડવા માટેના હથિયાર છે. શાળાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે ફરી એકવાર લોકોએ તકેદારી રાખવાની જરૂર છે.

શાળાએ જતા બાળકોના વડીલોએ સાવચેત રહેવું.
શહેરમાં ફરી એકવાર શાળાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે બાળકો પોઝિટિવ આવે તો પણ બાળકોને લઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે બાળકોમાં લક્ષણ ન હોય અને કોરોના રિપોર્ટ પોઝિટિવ હોય તો પણ બાળક ગંભીર સ્થિતિમાં નથી પહોંચતું પણ બાળકના સંપર્કમાં આવનારા વડીલો અને ખાસ કરીને 45 ઉપરના કે જેમને વેક્સિન નથી લીધી એમને ચેતવાની અને સાવચેતી રાખવાની જરૂર છે.