કોરોના સુરત LIVE:સિટીમાં 4 અને જિલ્લામાં વધુ 2 કેસ, પોઝિટિવ કેસનો આંક 143790 થયો, વધુ 3 દર્દી ડિસ્ચાર્જ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીજા ડોઝનું વેક્સિનેશન તેજ કરવામાં આવ્યું છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
બીજા ડોઝનું વેક્સિનેશન તેજ કરવામાં આવ્યું છે(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 88 થઈ

શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. આજે શહેરમાં 4 અને જિલ્લામાં 2 કેસ મળી 6 કેસનો વધારો થયો છે. જેથી પોઝિટિવ કેસનો આંક 143790 પર પહોંચી ગયો છે.

એક્ટિવ કેસની સંખ્યામાં વધારો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં ગત રોજ 4 અને જિલ્લામાં 2 કેસ સાથે કોરોનાના વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ સંખ્યા 143790 થઈ છે. એક પણ મોત ન થતાં મૃત્યુઆંક 2115 પર યથાવત છે. 3 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા રજા અપાઈ હતી. કુલ 141587 દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 88 થઈ ગઈ છે.

વેક્સિનેશનમાં સુરત અવ્વલ
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું હતું. જેને પરિણામે આજે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100% વેક્સિનેશન કરાવવામાં સફળ રહી છે. કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત છે. જેમાં સુરત શહેરના તમામ લોકોને ફર્સ્ટ ડોઝ આપવામાં સુરત મહાનગરપાલિકા સફળ રહી છે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ