તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 31 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 52,689 થઈ, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જનો આંકડો 21,292 પર પહોંચ્યો

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • સુરત શહેરમાં કુલ 7 દર્દીની હાલત ગંભીર

કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 31 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 52,689 પર પહોંચ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી મૃત્યુ ન નોંધાતા મૃત્યુઆંક 1137 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 61 અને જિલ્લામાંથી 6 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધઈને 51,292 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 260 થઈ છે.

3 વેન્ટિલેટર અને 3 દર્દી ઓક્સિજન પર
હાલ શહેર જિલ્લામાં કુલ 296 એક્ટિવ કેસ છે.શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા સતત ઘટી રહી છે અને ડેથ રેટમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે.અત્યાર સુધીમાં શહેરમાં કુલ 850 અને જિલ્લામાં 287 લોકોના કોરોનામાં મોત થયા છે. નવી સિવિલમાં 10 દર્દીઓ પૈકી 3 ગંભીર છે. જેમાં 3 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 5 પૈકી 4 ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 1 ઓક્સિજન પર છે.

સુરત શહેરના અલગ અલગ ઝોનમાં નવા નોંધાયેલા કેસ
સુરત જિલ્લાના 5 તાલુકામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.કામરેજ,મહુવા,માંગરોળ,ઉમરપાડા અને માંડવીમાં એક પણ નવો કેસ સામે આવ્યો ન હતો જયારે ચોર્યાસીમાં 2 અને ઓલપાડમાં 1 પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.સુરત શહેરના અલગ અલગ ઝોનની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 3,વરાછા એમાં 4,વરાછા બીમાં 3,રાંદેરમાં 6,કતારગામમાં 2,લીંબાયતમાં 1,ઉધનામાં 2 અને અઠવા ઝોનમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.હાલ શહેરમાં 2869 લોકો હોમ કોરન્ટાઇન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો