તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં 199 અને જિલ્લામાં 36 કેસ સાથે રવિવારે કોરોનાના શહેર જિલ્લામાં 235 કેસ પોઝિટિવ નોંધાયા છે. દિવાળી પછી બીજા તબક્કામાં શરૂ થયેલા વધારા બાદ ફરીથી કેસમાં ઘટાડો શરૂ થયો છે. રવિવારે 17 દિવસ બાદ કેસની સંખ્યા ઘટીને 235 નોંધાઈ છે.
આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 45142 થઈ ગઈ છે. રવિવારે વધુ 3 દર્દીઓના મોત સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1075 થઈ ગયો છે. આજે વધુ 289 દર્દી સાજા થતા કુલ સંખ્યા 42383 પર પહોંચી છે.
6 કાપડ વેપારી, 5 વિદ્યાર્થી સહિતનાને કોરોનાનો ચેપ
સાઉથ વેસ્ટ ઝોનમાં 4 કાપડના વેપારી, 3 વિદ્યાર્થી, ઓટોમોબાઈલ વેપારી, એડ્વોકેટનો ઓફિસ કર્મચારી, રિલાયન્સના મેનેજર, જીવન જ્યોત હોસ્પિટલના કર્મચારી, યાર્ન વેપારી, વેસ્ટ ઝોનમાં બેંક કર્મચારી, ડીજીવીસીએલ કર્મચારી, ઈલેક્ટ્રિશ્યન, કાપડ વેપારી, પાલિકાના સફાઈ કામદાર, વિદ્યાર્થી, ડિઝાઈનર, વરાછા ઝોનમાં 2 કાપડના વેપારી, સેન્ટ્રલ ઝોનમાં હીરાના વેપારી, સાઉથ ઈસ્ટ ઝોનમાં સોફ્ટવેર ડેવલપર, ફેશન ડિઝાઈનર, નોર્થ ઝોનમાં 2 વિદ્યાર્થી અને સાઉથ ઝોનમાં ડાયમંડ સર્ટીફાય લેબના કર્મચારી તેમજ બેંક મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તમામ 3 મૃતકની ઉંમર 60 વર્ષથી વધુ
શહેરમાંથી વધુ 3 કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં સગરામપુરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા, લિંબાયત વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ અને અલથાણ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
કોરોનાના દર્દીઓમાં ઝાડા-ઉલ્ટી અને પેરાલિસિસના ચિન્હ
સિવિલ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે, કોરોનાના લક્ષણોમાં સામાન્ય રીતે શરદી, ખાસી, તાવ અને શ્વાસમાં તકલીફ જેવા ચિન્હો જોવા મળે છે. જ્યારે હાલમાં માનસીક તકલીફ, ઝાડા ઉલ્ટી, શ્વાસમાં તકલીફ, માથામાં દુ:ખાવો અને પેરાલીસીસ જેવા ચિન્હો પણ કેટલાક દર્દીઓમાં જોવા મળી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.