કોરોના સુરત LIVE:વધુ 127 કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો વધીને 1,41,765 થયો, વધુ 3ના મોત અને 212 દર્દી ડિસ્ચાર્જ થયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોના મહામારીના વળતાં પાણી શરૂ થતાં તબીબોએ હાશકારો અનુભવ્યો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના મહામારીના વળતાં પાણી શરૂ થતાં તબીબોએ હાશકારો અનુભવ્યો છે.(ફાઈલ તસવીર)

કોરોના સંક્રમણના વળતા પાણી ચાલી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આજે વધુ કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,41,765 પર પહોંચી ગયો છે. આજે વધુ એકનું મોત થતા સરકારી ચોપડે મૃત્યુઆંક વધીને 2085 પર પહોંચી ગયો છે. વધુ 212 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,37,045 પર પહોંચી ગયો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2635 પર પહોંચી ગયો છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેસમાં સતત ઘટાડા સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2635 થઈ ગઈ છે.