તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 36 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 52,658 થયો, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જનો આંકડો 51,225 પર પહોંચ્યો

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરત કોવિડ કેર સેન્ટરની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ કેર સેન્ટરની ફાઈલ તસવીર.
 • ડોક્ટર, બેંક મેનેજર, કાપડ વેપારી સહિત સંક્રમીત થયા

કોરોના સંક્રમણના વળતા પાણી શરૂ થયા હોય તેમ ક્રમશઃ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 36 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 52,658 થયો છે. છેલ્લા ઘણા દિવસોથી મૃત્યુઆંક 1137 પર સ્થિર છે. શહેરમાંથી આજે 49 અને જિલ્લામાંથી 8 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં હતાં. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 51,225 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 296 એક્ટિવ કેસ છે.

મોબાઈલ શોપનો કર્મચારી, સેલ્સમેન સહિત સંક્રમીત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં ડોક્ટર, કાપડના વેપારી, બેંક મેનેજર સહિત 44 વ્યક્તિઓ સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં મોબાઈલ શોપના કર્મચારી, વેસ્ટ ઝોનમાં પ્રાઈવેટ ડોક્ટર, બેંક મેનેજર, સેલ્સમેન, કાપડના વેપારી, ઈસ્ટ ઝોનમાં બ્રોકર સહિતનાઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલમાં વેન્ટિલેટર, બાયપેપ પર એકેય દર્દી નહી
નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજરોજ કોરોના પોઝિટિવ 13 દર્દીઓ પૈકી4 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં 0 વેન્ટિલેટર, 0 બાઈપેપ અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ કોરોના પોઝિટિવ 5 દર્દીઓ પૈકી 3 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં 1વેન્ટિલેટર, 1 બાઈપેપ અને 1 દર્દીઓ ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો