તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:કોરોના વોરિયર ડો. મોહન ગામીતનું ઉલટી બાદ મોત, કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો, પોઝિટિવ કેસનો આંક 44666 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1070

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • ખેડૂત, વિદ્યાર્થીઓ અને ડોક્ટરો સહિત કોરોના સંક્રમિત

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. વધુ 241 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 44,907 પર પહોંચી ગયો છે. 2 મોત સાથે મૃત્યુઆંક 1072 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 221 અને જિલ્લામાંથી 55 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 42,094 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1741 એક્ટિવ કેસ છે.

કોરોના વોરિયર ડો. મોહન ગામીતનું મોત
સુરત જૂની સિવિલ હોસ્પિટલના નિવૃત અને છેલ્લા શ્વાસ સુધી કોરોના વોરિયર્સ તરીકે સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપતા ડો. મોહનભાઇ બાબુભાઇ ગામીત ઉ.વ. 75 નું શુક્રવારની રાત્રે ઉલટી બાદ મોત થયું હતું. સ્વજનો સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરાયા હતા. સવારે પોસ્ટમોર્ટમ પહેલા ડો. મોહનભાઇ ગામીતનો કોરોના રેપીડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું મેડિકલ ઓફિસર ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું. હવે પોસ્ટમોર્ટમ વિના નિયમ મુજબની કાર્યવાહી કરી મૃતદેહ પરિવારને સોંપી દેવાશે.

બેન્કના મેનેજર, જમીન દલાલ સહિત કોરોના સંક્રમિત
નવા નોંધ્યેલા કેસમાં ડાયમંડ અને કાપડ માર્કેટ સાથે સંકળાયેલા 5 લોકો સહિત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.શુક્રવારે ખેડૂત, એસ.બી.આઈ.બેન્કના મેનેજર, પ્લાસ્ટિક શોપમાં નોકરી કરનાર, 6 વિદ્યાર્થીઓ, જમીન દલાલ, એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરનાર, વકીલ, રિલાયન્સકર્મી, કોટક બેન્કનો કર્મચારી, લાયન્સ કેન્સર હોસ્પિટલનો ક્લાર્ક, ઓનલાઇન બિઝનેસ કરનાર, ખાનગી ડોક્ટર, નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર, એપલ હોસ્પિટલના ડ્રગ રિસર્ચ સાયન્ટિસ્ટ અને અંકલેશ્વરની જોબ ટ્રેડર્સ કંપનીમાં નોકરી કરનાર સહિત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો
દિવાળી બાદ શહેર જિલ્લામાં સતત વધી રહેલા એક્ટિવ કેસોનો ગ્રાફ ડિસેમ્બર મહિનામાં નીચે જવા લાગ્યો છે.શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે.દિવાળી પર્વ બાદ 18મી નવેમ્બરે શહેર જિલ્લામાં કુલ 1293 એક્ટિવ કેસ હતા જેમાં રોજે રોજ વધારો નોંધાય રહ્યો હતો.30મી સુધીમાં એટલે કે 12 જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 1933 પર પહોંચી ગઈ હતી.જોકે 1 ડિસેમ્બરથી ફરી એક્ટિવ કેસમાં ઘટાડો નોંધવા માંડ્યો છે.4 ડિસેમ્બરે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1778 પર પહોંચી ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો