તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:સરકારી હોસ્પિટલોમાં 585 દર્દી ઓક્સિજન પર, ઉધનાની 26 વર્ષિય યુવતી સહિત 7 દર્દીનાં મોત

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર-જિલ્લામાં કોરોનાના નવા 788 કેસ, કુલ મૃત્યુઆંક 1203

સોમવારે શહેર જિલ્લામાં કોરોનાના નવા 788 કેસ સામે આવ્યા હતા.જે પૈકી 185 કેસ જિલ્લામાંથી સામે આવ્યા હતા. સોમવારે કોરોનાથી 7 મોત નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુ આંક 1203 પર પહોંચી ગયો છે.સોમવારે 678 લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.જેને પગલે સાજા થનારાઓની કુલ સંખ્યા 63597 પર પહોંચી ગઈ છે.

હાલ શહેર જિલ્લામાં 3853 એક્ટિવ કસ છે.સોમવારે ઉધનાની 26 વર્ષીય મહિલા,અડાજણ પાટિયાના 70 વર્ષીય વૃદ્ધ,વરાછાના 75 વર્ષીય વૃધ્ધ,પરવટપાટિયાની 64 વર્ષીય મહિલા,નાના વરાછાના 73 વર્ષીય વૃદ્ધ, પીપલોદની 53 વર્ષીય મહિલા અને જહાંગીરાબાદના 65 વર્ષીય વૃદ્ધનું કોરોનામાં મોત નીપજ્યું હતું.કોરોનામાં મોતને ભેટનાર પૈકી મોટેભાગનાને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી હતી.સોમવારે સહુથી વધુ કોરોનાના 107 કેસ અઠવા ઝોનમાં નોંધાયા હતા.અઠવા ઝોનમાં અત્યાર સુધીમાં 10983 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે.

ડાયમંડ-કાપડ બજારના 19 વેપારી પોઝિટિવ
સોમવારે શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 અને કાપડ માર્કેટ સાથે સંકળાયેલા 9 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ઉપરાંત જીઆઇડીસી સચીનમાં જોબ કરનાર,એલએન્ડટીમાં જોબ કરનાર, સેલ્સમેન,વિદ્યાર્થીઓ,દુકાનદાર,બ્રોકર,બિઝનેસમેન,યસબેન્કનો કર્મચારી,વકીલ,એનઆરઆઈ,ખેડૂત,આઈડીબીઆઈ બેન્ક મેનેજર અને ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થી સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સોમવારે 32,347એ રસી મુકાવી
સોમવારે 32,347 ને જ વેક્સિન મુકવામાં આવી છે. સરકાર દ્વારા સિવિલ રિજિયોનલ વેક્સિન સેન્ટર સ્ટોર ખાતે રવિવારે મોડેથી વેક્સિનનો 80 હજાર જેટલો સ્ટોક સપ્લાય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રવિવારે તેથી કુલ 32,006 ને રસી આપવામાં આવી હતી. જ્યારે રવિવારે સ્ટોક આવવા છતાં સોમવારે પણ રવિવારની જેમ જ માંડ 32,347 ને જ વેક્સિન આપવામાં આવી છે. સવારથી હિરા બજાર, ડાયમંડ હાઉસો, ટેક્ષટાઈલ માર્કટો ખાતે લાંબી લાઈનો લાગી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો