કોરોના સુરત LIVE:સિટીમાં 4 અને જિલ્લામાં વધુ 1 કેસ, પોઝિટિવનો આંક 143771 થયો, શાળાઓમાં વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયાં

સુરત17 દિવસ પહેલા
કોરોનાનું સંક્રમણ વધતાં શાળાઓમાં વિદ્યાર્થીોના ટેસ્ટ કરવાનું વધારી દેવામાં આવ્યું છે.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 83 થઈ ગઈ

શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો હોય પાલિકાનું આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. જ્યાં કેસ આવે છે તે વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. આજે શહેરના રાંદેર ઝોનમાં 4 કેસ અને જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143776 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોના રસીકરણ પણ મંદ પડ્યાં બાદ આજે નવા ડોઝ મળતાં 230 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.કોરોના સંક્રમણ ધીમી ગતિએ વધતાં શાળાઓમાં ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

શાળામાં ટેસ્ટ કરાયાં
વિદ્યાકુંજ શાળાના આચાર્ય હિતેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, અમારી શાળામાં આજે કોર્પોરેશનની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના કોરોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. કોરોના સંક્રમણ કાળ બાદ જ્યારે અમારી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી ત્યારે પણ કોરોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં આખી સ્કૂલના બે વખત રેપિડ ટેસ્ટ કરાવી ચુક્યા છે. સદ્નસીબે એક પણ વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો નથી. આ વખતે ત્રીજીવાર બાળકોના રેપિડ ટેસ્ટ કરાવવાનું શરૂ થયું છે. આરોગ્ય વિભાગની કર્મચારીઓ 100 જેટલી ટેસ્ટીંગ કીટ લઈને કર્મચારીઓ આવ્યા હતા.

એક્ટિવ કેસની સંખ્યા વધીને 83 થઈ
ગત રોજ શહેરમાં 04 અને જિલ્લામાં 01 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143776 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજ રોજ શહેરમાંથી 04 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141578 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 83 થઈ ગઈ છે.

230 સેન્ટર પર કોવેક્સિન રસી અપાશે
ગત રોજ શહેરમાં માત્ર કો-વેક્સિનના જ સેન્ટરો કાર્યરત હતા. થોડા દિવસોથી વેક્સિનેશનની કામગીરી મંદ પડી હતી. જ્યારે આજે નવા ડોઝ પાલિકાના મેળતાં કુલ 230 સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે કોવિશિલ્ડ માટે 168, વિદેશ જનાર માટે 1 અને એપોઈન્ટમેન્ટ લેનાર માટે 52 તથા કોવેક્સિન માટે 9 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે.

રસીકરણ સેન્ટરનું લિસ્ટ