તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:પોઝિટિવની આંકડો વધીને 52,578 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા 51,105 થઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલમાં કોરોના સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં રોજે રોજ ઘટાડો થઈ રહ્યો છે. - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાં કોરોના સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં રોજે રોજ ઘટાડો થઈ રહ્યો છે.
  • હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 336 એક્ટિવ કેસ છે

કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવની સંખ્યા વધીને 52,578 થઈ છે. નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 51,105 થઈ છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 336 એક્ટિવ કેસ છે.

રત્નકલાકાર, લૂમ્સ કારખાનેદાર, વિદ્યાર્થી સહિતના સંક્રમીત
શહેરમાં બુધવારે રત્નકલાકાર, લૂમ્સ કારખાનેદાર, વિદ્યાર્થી સહિત 36 જેટલા વ્યક્તિઓ સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં રત્નકલાકાર, વિદ્યાર્થી, વેસ્ટ ઝોનમાં લૂમ્સના કારખાનેદાર, એલ એન્ડ ટી કર્મચારી, સેન્ટ્રલ ઝોનમાં વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સાજા થનારા દર્દીઓની સંખ્યા 51 હજારને પાર
શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 51 હજારને પાર થઈ ગઈ છે. ગત રોજ શહેર જિલ્લામાં 72 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 51,105 થઈ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો