તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 249 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 44,666 થયા, વધુ 2 મોત સાથે મૃત્યુઆંક વધીને 1070 થયો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ કેર સેન્ટરની ફાઈલ તસવીર - Divya Bhaskar
સુરત કોવિડ કેર સેન્ટરની ફાઈલ તસવીર
  • કાપડના વેપારી, બિલ્ડર, ડોક્ટર, બેંક કર્મચારી સહિત કોરોના સંક્રમિત થયા

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 249 કેસ સાથે પોઝિટિવ કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 44,666 થયો છે. વધુ 2 મોત સાથે મૃત્યુઆંક વધીને 1070 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 212 અને જિલ્લામાંથી 48 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જ થયેલાની સંખ્યા વધીને 41,818 થઈ છે.

કાપડના વેપારી, વિદ્યાર્થી, રત્નકલાકાર, બેંકના કલાર્ક સહિત સંક્રમિત
શહેરમાં નવા નોંધાયેલા કેસમાં કાપડના વેપારીઓ, બિલ્ડર, ડોક્ટર, બેંક કર્મચારીઓ સહિત અનેક કોરોના સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 3 કાપડના વેપારી, બિલ્ડર, વિદ્યાર્થી, જમીન દલાલ, મીશન હોસ્પિટલના ડોક્ટર, આઈટી એન્જિનિયર, પ્રાઈવેટ ડોક્ટર, વેસ્ટ ઝોનમાં આરટિસ્ટ, 4 વિદ્યાર્થી, દોરાના વેપારી, લૂમ્સ કારખાનેદાર, પ્રાઈવેટ ડોકટર, બેંક કર્મચારી, વરાછા ઝોનમાં બેંક કર્મચારી, ટીચર, સેન્ટ્રલ ઝોનમાં વિદ્યાર્થી, રત્નકલાકાર, બેંકના સફાઈકામદાર, સાઉથ ઈસ્ટ ઝોનમાં કાપડના વેપારી, વિદ્યાર્થી, રત્નકલાકાર, બેંકના કલાર્ક, રીક્ષા ડ્રાઈવર, નોર્થ ઝોનમાં 2 રત્નકલાકાર, ટેક્ષટાઈલ વર્કર અને પ્રાઈવેટ ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 68 દર્દીઓની હાલત ગંભીર
સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 92 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 43 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 10 બાઈપેપ અને 28 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 30 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 25 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 5 બાઈપેપ અને 17 દર્દીઓ ઓક્સિજન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો