તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સુરત LIVE:વધુ 245 કેસ નોંધાતા પોઝિટિવની સંખ્યા 14,665 થઈ,પૂર્વ કોર્પોરેટર સહિત 11 મોત સાથે મૃત્યુઆંક 643 પર પહોંચ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાની ફાઈલ તસવીર
  • ગુજરાત પ્રદેશ પ્રમુખના ભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • જિલ્લા વિકાસ અધિકારીના પીએ સહિત દુકાનદાર પણ સંક્રમિત

કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે વધુ 245 કેસ સાથે કોરોના પોઝિટિવનો આંકડો 14,665 થયો છે. જેમાં શહેરના 11,791 અને જિલ્લાના 2875 કેસનો સમાવેશ થાય છે. આજે પૂર્વ કોર્પોરેટર ઉર્મિલાબેન રાણા સહિત 11 મોત સાથે કુલ મૃત્યુઆંક 643 થયો છે. જેમાં શહેરના 518 અને જિલ્લાના 80નો સમાવેશ થાય છે.શહેરમાંથી 181 અને જિલ્લામાંથી 80 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે પહોંચ્યા છે જેથી રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા 10321 થઈ છે જેમાં જિલ્લાના 2103નો સમાવેશ થાય છે. હાલ સારવાર હેઠળ 3701 દર્દીઓ છે. આજે જિલ્લા વિકાસ અધિકારીના પી.એ. પઢીયારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના ભાઈ પ્રકાશભાઈ પાટીલનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે.

ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા
ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાથી મોત થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા દસ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. દરમિયાન આજે સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. તંત્ર દ્વારા કોવિડની ગાઈડ લાઈન અને પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉર્મિલાબેન શંકરલાલ રાણા વર્ષ 2011-12 દરમિયાન સગરામપુરાના વોર્ડ નંબર 24ના કોર્પોરેટર હતા.

સુરત સિટીમાં કુલ 510 અને જિલ્લામાં 122ના મોત
સુરત શહેરમાં આજ દિન સુધીમાં 11,597 પોઝિટિવ કેસમાં 510ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 2823 પૈકી 122 વ્યકિતના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 14420 કેસમાં 632ના મોત થયા છે. સુરત શહેરમાં ગત રોજ વધુ કોરોના સંક્રમિત 151 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 8037 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં 76 દર્દીને રજા અપાતા કુલ 2023 સાજા થયા છે. સિટી-ગ્રામ્યમાં કુલ 10060 દર્દી સાજા થઇ ગયા છે.

25 કોરોના દર્દી વેન્ટિલેટર પર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 632 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 390 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 341 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 16 વેન્ટિલેટર, 43 બાઈપેપ અને 282 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 164 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 144 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટિલેટર, 37 બાઈપેપ અને 68 દર્દીઓ ઓક્સિજન પર છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો