તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવનો આંકડો વધીને 43,389 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1059 અને ડિસ્ચાર્જની સંખ્યા 40,221 થઈ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસમાં વધારો થતાં તબીબો દ્વારા સારવાર વધારી દેવામાં આવી છે. - Divya Bhaskar
કોરોના કેસમાં વધારો થતાં તબીબો દ્વારા સારવાર વધારી દેવામાં આવી છે.
  • સિવિલ અને સ્મીમેરમાં 108 દર્દીઓ ગંભીર

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 43,389 પર પહોંચ્યો છે. મૃત્યુઆંક વધીને 1059 થયો છે. શહેર અને જિલ્લામાંથી ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધીને 40,221 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 1893 છે.

સ્મીમેર અને પ્રાઇવેટના 3 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને 9 વેપારીને કોરોના
સ્મીમેર હોસ્પિટલના વધુ એક ડોકટર અને લેબ આસીસ્ટન્ટ, ભટાર રોડની પ્રાઇવેટ કલીનીકના ડોકટર,ઘોડદોડ રોડના પ્રાઇવેટ ડોકટર,3 વિદ્યાર્થી, બે ટેકસટાઇલ બિઝનેસમેન,કન્સ્ટ્રકશન બિઝનેસમેન,કોસ્મેટીક બિઝનેસમેન, કેમિકલ બિઝનેસમેન સહિત 9 બિઝનેસમેન, હજીરાની કંપનીના કર્મચારી,ગુજરાત ગેસમાં નોકરી કરનાર, ખેડુત, 3૩ હીરા વર્કર તથા હીરા સાથે સંકળાયેલા 5૫ અને કપડાના કામ સાથે સંકળાયેલા 4 વ્યકિત કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

સિવિલમાં અને સ્મીમેરમા 60 દર્દીની હાલત ગંભીર
નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં રવિવારે કોરોના પોઝિટિવ 88 પૈકી 42 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 28 ઓક્સિજન પર છે તો સ્મીમેર હોસ્પિટલમાં 28 પૈકી 18 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 4 ઓક્સિજન પર છે.