તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણ ધીમી ગતિએ પણ સતત આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 147 કેસા સાથે પોઝિટિવની સંખ્યા વધીને 49,281 પર પહોંચી ગઈ છે. આજે એક મોત સાથે મૃત્યુઆંક 1126 થયો છે. આજે શહેરમાંથી 124 અને જિલ્લામાંથી 24 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 47,040 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 1115 એક્ટિવ કેસ છે.
વેક્સિનેશનની તૈયારી શરૂ કરાઈ
કોરોનાની સંભવત જાન્યુઆરીમાં આવનારી રસી માટે નોંધણી કરવાની સાથે જ રસી મુકનારાઓ માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમનું નામ રસીકરણ માટે નોંધાયુ હશે. તેમને રસી મુકવા માટે એક મેસેજ આવશે. આ મેસેજમાં તેમણે કયા સમયે કયા સેન્ટર પર જવાનું હશે. તેની જાણકારી આપવામાં આવશે. આ સાથે જ રસી ના સ્થળે અલગ અલગ ત્રણ રૃમો બનાવવામાં આવશે. પ્રથમ રૃમ વેઇટીંગ માટે, બીજો રૃમ રસી મુકવા માટે અને ત્રીજો રૃમ આરામ માટે બનાવવામાં આવશે. વેકિસનેશન દરમ્યાન જો કોઇને એલર્જી થાય તો તત્કાળ સારવાર મળે તે માટે તબીબોની ટીમ તૈનાત રહેશે. અત્રેથી સારવાર દરમ્યાન વધુ સારવારની જરૃર પડે તો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.