તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,41,368 થયો, મૃત્યુઆંક 2076 પર પહોંચ્યો,ડિસ્ચાર્જની સંખ્યા 1,36,203 થઈ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણ ઘટતા લોકોની સાથે તબીબોએ પણ હાશકારો લીધો છે. - Divya Bhaskar
કોરોના સંક્રમણ ઘટતા લોકોની સાથે તબીબોએ પણ હાશકારો લીધો છે.
  • શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3089

કોરોના સંક્રમણમાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 1,41,368 થયો છે. સરકારી ચોપડે મૃત્યુઆંક વધીને 2076 પર પહોંચ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,36,203 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3089 થઈ ગઈ છે.​​​​​​

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધુ રહેતા એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3089 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...