કોરોના સુરત LIVE / એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ સામે આવતાં પોઝિટિવનો આંક 1917 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Corona Surat LIVE, 3 June 2020, The number of positive cases with deaths number of recovery
X
Corona Surat LIVE, 3 June 2020, The number of positive cases with deaths number of recovery

  • વધુ બે કોરોના દર્દીના મોત થતા મૃત્યુઆંક 78 થયો, રિકવરી આંક 1259 પર પહોંચ્યો છે
  • સુરત શહેરની સાથે જિલ્લામાં પણ પોઝિટિવ કેસનો વધારો થઈ રહ્યો છે, હાલ આંક 136

દિવ્ય ભાસ્કર

Jun 04, 2020, 09:00 AM IST

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1917 થઈ ગઈ છે. વધુ બેના મોત થતા આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 78 થઈ ગયો છે. શહેરમાં 48 અને જિલ્લામાં 3 દર્દીઓ મળી 51 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.  જેથી રિકવરી આંક 1259 પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસમાં સલાબતપુરા પોલીસ મથકમાં 6 આરોપીનો પણ સમાવેશ થાય છે.

સુરતમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસના એડ્રેસ, નામ સાથેની યાદી

વધુ બેના મોત

સુરત શહેરમાં આજે વધુ બેના મોત થતા મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. જેમાં કોસાડ આવાસમાં રહેતા 40 વર્ષીય વિજુબેન કાળુભાઈ પરમારનો રિપોર્ટ 30 મેના રોજ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. જેનું મોત થયું છે. જેમને એનીમિયાની બીમારી હતી. જ્યારે અન્ય એક ઉધનાના હરીનગરમાં રહેતા 61 વર્ષીય અરૂણાબેન મહેશભાઈ ભૂતવાલાનો 29 મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કર્યા હતા. જેનું મોત થયું છે. જેમને બ્લડ પ્રેસર અને થાઈરોઈડની બીમારી હતી.

આઠ ઝોનમાં નવા કેસ નોંધાયા

સુરત સિટીમાં 71 અને જિલ્લામાં 11 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ લિંબાયત અને કતારગામ ઝોનમાં 17-17 કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 7, વરાછા-એ ઝોનમાં 6, વરાછા-બી ઝોનમાં 1, રાંદેર ઝોનમાં 4, ઉધના ઝોનમાં 16 અને અઠવા ઝોનમાં 3 કેસ નોંધાયા છે.

રાયોટિંગના ગુનાના આરોપીઓને કોરોના

સલાબતપુરા પોલીસ મથકમાં 6 આરોપીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે. આ આરોપીઓને રાયોટિંગના ગુનામાં પકડવામાં આવ્યાં છે. કુલ 20માંથી 5 આરોપીઓના રિપોર્ટ  પોઝિટિવ આવ્યાં છે. તો અન્ય એક પ્રોહિબિશનના કેસમાં ઝડપાયેલી મહિલા આરોપીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિનસ હો‌સ્પિટલની સ્ટાફ નર્સ અને ટ્રાઇડન્ટ હો‌‌‌સ્પિટલના ‌રિસેપ્સનીસ્ટ સંક્રમીત

સગરામપુરા ચોગાનશેરીમાં રહેતા ધાન્યા બીનું (ઉ.વ.33)‌વિનસ હો‌સ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે નાણાવટ નગર સેઠની પોળમાં રહેતા ઉજ્જવલ ચંદ્રકાંત શાહ (ઉ.વ.35)ટ્રાઇડન્ટ હો‌‌‌સ્પિટલમાં ‌રિસેપ્સનીસ્ટનું કામ કરે છે. મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

વકીલ અને વકીલની ઓફીસના પટ્ટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ

ભાગળ વાડી ફ‌‌ળિયા ખાતે રહેતા વિજય કંચન જરીવાલા(ઉ.વ.42) પ્રાઈવેટ વકીલ છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો છે. બીજી તરફ નાનપુરા છપ્પન ચાલમાં રહેતા શૈલેષભાઇ રણછોડ ઠાકોર(ઉ.વ.50) વકીલની ઓફીસમાં પટાવાળા છે. મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

કુરીયર કંપનીના વોચમેન અને કુ‌રિયર બોય પણ સંક્રમીત થયા

લાલ દરવાજા ખાતે આવેલી બ્લ્યુ ડાર્ટ કુરીયરનની ઓફીસમાં રહેતા અને ત્યાંજ વોચમેન તરીકે નોકરી કરતા રાકેશ ઉદયનારાયણ સિંગ (ઉ.વ.54)ને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા હતા. મંગળવારે તેનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો. તેવી જ રીતે કતારગામ ચીકુવાડી નજીક સીતારામ રેસીડેન્સીમાં રહેતા ‌વિનોદ બં‌શિલાલ કંસારા (ઉ.વ.63)અને કુ‌રિયરનું કામ કરે છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેલ્જીયમ સ્ક્વેર ખાતે કુ‌રિયર બોય તરીકે નોકરી કરતા ચેતન સનમુખલાલ ઉભરાટવાલા (ઉ.વ.39) પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી