તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 3 February 2021, The Number Of Positive Cases More Than 52540, Patients Recovering Crossed 51 Thousand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 38 કેસ સાથે પોઝિટિવની સંખ્યા વધીને 52,578 થઈ, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા 51,105 થઈ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ સેન્ટરની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ સેન્ટરની ફાઈલ તસવીર.
  • સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો

કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 38 કેસ સઆથે પોઝિટિવની સંખ્યા વધીને 52,578 થઈ છે. આજે નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. આજે શહેરમાંથી 61 અને જિલ્લામાંથી 11 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 51,105 થઈ છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 336 એક્ટિવ કેસ છે.

એક્ટિવ કેસની સંખ્યા 400થી નીચે પહોંચી
આઠ મહિના બાદ એક્ટિવ કેસની સંખ્યા પ્રથમ વખત 400થી નીચે પહોંચી 336 નોંધાઈ છે. ગત તા.25મેના રોજ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 371 નોંધાઈ હતી. ત્યાર બાદ સતત એક્ટિવ કેસમાં વધારો થયો હતો અને 3700થી ઉપર એક્ટિવ કેસ પહોંચ્યા હતા.

સાજા થનારા દર્દીઓની સંખ્યા 51 હજારને પાર
શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 51 હજારને પાર થઈ ગઈ છે. ગત રોજ શહેર જિલ્લામાં 78 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 51033 થઈ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો